‘મુસ્લિમો માટે રસ્તો નથી’, હિંદુ રક્ષાદળની સાયકો મહિલાનું શરમાવે તેવુ કૃત્ય, વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (દિલ્હી-દેહરાદૂન હાઇવે, ઉત્તરાખંડ બોર્ડર પાસે સહારનપુર વિસ્તાર)માં હિંદુ રક્ષા દળ (HRD)ની કેટલીક સાયકો મહિલાઓએ સ્પ્રે પેઇન્ટથી રાષ્ટ્રીય હાઇવેની દીવાલ પર મોટા મોટા અક્ષરે લખી દીધું – “મુસ્લિમો માટે રોડ નથી”. વીડિયોમાં તેઓ ‘જય શ્રી રામ’ના નારા લગાવતી પણ દેખાઈ રહી છે. આ વાયરલ વીડિયો જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિના હૃદયમાં શરમ અને ગુસ્સો ભરાઈ જાય તેવું આ કૃત્ય છે. વાયરલ વીડિયોમાં મુસ્લિમો પ્રત્યેની તેમની હિંમત અને નફરત બંને સ્પષ્ટ દેખાય છે. જેથી આવા લોકોને સાયકો કહેવુ કંઈ ખોટું નથી.
પિંકી ચૌધરીએ નીચતાની બધી હદો પાર કરી
આ કૃત્ય કરનારી મહિલાઓ, ખાસ કરીને હિંદુ રક્ષા દળની અધ્યક્ષા પિંકી ચૌધરી નીચતાની બધી હદો પાર કરતા કહી રહી છે કે, “મુસ્લિમો ટેક્સ નથી ભરતા તો તેમને રાષ્ટ્રીય હાઇવે પર ચાલવાનો કોઈ અધિકાર નથી.” ત્યારે સવાલ થાય છે કે શું ખરેખર આ ભારત જ છે? શું આવા લોકોને ખબર છે કે રાષ્ટ્રીય હાઇવે પર ટેક્સના આધારે પ્રવેશ નક્કી નથી થતો? આ તો સંવિધાનના ધજાગરા ઉડાવવાનું કામ છે. તેમના આ કૃત્યથી દેશનું માથું નીચું થઈ ગયું છે. તેઓ નફરત વેચીને રાજકીય ફાયદો લેવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે, પણ તેમની આ નફરત દેશને બદનામ કરી રહી છે. એ પણ સમજવુ પડશે.
हिंदू रक्षा दल कि महिला कार्यकर्त्ता ने नेशनल हाईवे पर लिखा “मुसलमानों के लिए रोड नहीं है”
फिर किसके लिए है…🤔 pic.twitter.com/DPXz82ZEZw
— Ashraf Hussain (@AshrafFem) February 26, 2026
આવું કેમ થઈ રહ્યું છે દેશમાં?
આમાં સૌથી મોટી શરમની વાત તો એ છે કે સરકાર અને પોલીસની ચુપ્પી. આવા ઘૃણાસ્પદ કૃત્યો વારંવાર થાય છે. ક્યારેક રોડ પર, ક્યારેક મસ્જિદ પાસે, તો ક્યારેક ઘરોમાં અને સરકાર માત્ર ‘તપાસ ચાલુ છે’ કહીને મુંગી બેસી રહે છે. પિંકી ચૌધરી જેવા સાયકો લોકોની બે મહિના પહેલાં જ તલવાર વહેંચવાના કેસમાં અટકાયત થઈ હતી, પણ એક અઠવાડિયામાં જ બેલ પર છૂટી ગયા. ત્યારે સવાલ થાય છે કે આવા લુખ્ખા તત્વોને ખુલ્લી છૂટ મળી ગઈ છે તો કોની મિલીભગતથી?
દેશની એકતા, ભાઈચારો અને સંવિધાનનું શું થશે?
આપણા દેશમાં દરેક નાગરિકને સમાન અધિકાર છે, કોઈ ધર્મને આધારે રસ્તો, પાણી કે હવા નથી વહેંચી શકાતી. હિંદુ સંગઠન (HRD)ના કેટલાક સાયકો તત્વો નફરત ફેલાવીને દેશને વિભાજિત કરી રહ્યાં છે, ધર્મના નામે અમાનવીય વર્તન કરી રહ્યા છે અને શરમની બધી હદો પાર કરી રહ્યા છે. સરકાર આવા કૃત્યોને રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે, તેમને સજા નથી આપતી અને ચુપ રહીને બેશરમીથી પોતાની નિષ્ક્રિયતા દેખાડે છે. એ પણ ખુબ જ શરમજનક છે.
સરકાર જો ખરેખર દેશની એકતા અને સંવિધાનનું રક્ષણ કરવા માંગતી હોય તો આજે જ આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારાઓને જેલમાં પૂરે, પબ્લિક પ્રોપર્ટી ડેમેજના આરોપમાં IPCની કલમો લગાવે અને દેશને સંદેશ આપે કે ભારતમાં ધર્મના આધારે રસ્તો, હવા કે અધિકાર વહેંચાતા નથી. નહીંતર આ ચુપ્પી દેશને વધુ વિભાજિત કરશે, નફરતની આગને હવા આપશે અને એક દિવસ આ આગ આખા દેશને સળગાવી નાખશે.
આને સાંપ્રદાયિક વિષનું વધુ એક ઝેરી રૂપ પણ કહી શકાય જે છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને મોદીની સરકાર આવ્યા પછીથી વધી રહ્યું છે. જો આવા કૃત્યો પર તાત્કાલિક અને કડક કાર્યવાહી ન થાય તો સંદેશ સ્પષ્ટ છે કે “નફરતને રાજકીય આશ્રય” મળી ગયો છે.
આ ઘટના એક ચેતવણી છે કે જો હજુ પણ આંખો નહીં ખુલે તો નફરતની આ આગ આખા દેશને સળગાવી દેશે.
આ પણ વાંચો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર રોક, કોર્ટે નિર્ણય અનામત રાખ્યો












