ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વધુ પ્રિમીયમ ભરવા તૈયાર રહો, જીવન વીમા કંપનીઓ પોલિસીનું ન્યૂનતમ મૂલ્ય વધારશે

નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2025: દેશમાં આગામી સમયમાં નાની-સસ્તી જીવન વીમા પોલિસીઓ બંધ થઇ શકે છે. તેનું પરિણામ જીવન વીમાધારકોને ભોગવવું પડી શકે છે અને તેમણે હવે વધ પ્રિમીયમ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. હકીકતમાં પોતાનો માર્જિન વધારવા માટે ભારતીય જીવન વીમા નિગમ, (LIC), એચડીએફસી લાઇફ (HDFC LIFE) અને એસબીઆઇ (SBI) સહિત અનેક કંપનીઓ જીવન વીમા પોલિસીઓનું ન્યૂન,મ સરેરાશ મૂલ્ય વધારી રહી છે. કંપનીઓએ આ પગલું વીમા પોલિસીમાં નિરંતર સુધારો લાવવા માટે અને પોલિસી લેપ્સ થવાની ભીતિને ઓછી કરવા માટે ઉઠાવી રહી છે. તેનો મતલબ એ કે પોલિસીધારકો પોતાની વીમા પોલિસીને મેચ્યોરિટી પહેલા બંધ કરશે નહી.

આની અસર એ થશે કે નાની અને સસ્તી જીવન વીમા પોલિસીઓ ધીમે ધીમે બજારમાંથી બહાર નીકળી જશે અને ઊંચા પ્રીમિયમવાળી પોલિસીઓનો ટ્રેન્ડ શરૂ થશે. વીમા કંપનીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ઓછી કિંમતની પોલિસીઓ બંધ થવાની સંભાવના છે. પોલિસીનું કદ મોટું હોવાથી, ગ્રાહકો તેને સરળતાથી બંધ કરશે નહીં અને તેને ચાલુ રાખશે. આનાથી કંપનીઓના માર્જિનમાં પણ સુધારો થશે.

નાણાકીય વર્ષ 2025-26 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, LICની પોલિસીનું સરેરાશ મૂલ્ય કદ એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 23 ટકા વધ્યું છે. કંપનીએ તેના વીમા ઉત્પાદનોનું માળખું બદલ્યું છે, જેના કારણે પોલિસીનું સરેરાશ મૂલ્ય પણ વધ્યું છે. HDFC લાઇફ અને SBI લાઇફે પણ તેમની સંબંધિત પોલિસીઓનું લઘુત્તમ અને સરેરાશ મૂલ્ય વધાર્યું છે.

કંપની-એજન્ટોની આવક વધશે

પોલિસીની પ્રીમિયમ રકમ પોલિસીધારકની ઉંમર પર આધાર રાખે છે. લઘુત્તમ વીમા રકમમાં વધારા સાથે, વીમા કંપનીઓએ નવી પોલિસી માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી તરફ, વીમા કંપનીઓ અને એજન્ટોની કમિશનમાંથી આવક વધશે. પોલિસી જેટલી મોટી હશે, વીમા કંપની અને એજન્ટ માટે માર્જિન તેટલું સારું રહેશે.

LIC બંધ પોલિસીઓ ફરી શરૂ કરવા માટે ઝુંબેશ શરૂ કરશે

કંપનીએ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો દરમિયાન અહેવાલ આપ્યો હતો કે ઓછી કિંમતની પોલિસીઓનો સાતત્ય ગુણોત્તર ઘટ્યો છે. આને ધ્યાનમાં રાખીને, તેણે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં પોલિસીધારકોને ખાસ છૂટ પર બંધ જીવન વીમા પોલિસી ફરીથી શરૂ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.

પર્સિસ્ટન્સી રેશિયો શું છે

વીમા ઉદ્યોગમાં પર્સિસ્ટન્સી એક મુખ્ય માપદંડ છે, જે ચોક્કસ સમયગાળા પછી પણ અમલમાં રહેલી વીમા પોલિસીઓની ટકાવારી માપે છે. રોકાણકારો અને નિયમનકારો પર્સિસ્ટન્સી રેશિયો પર નજીકથી નજર રાખે છે કારણ કે તે ગ્રાહક સંતોષ અને વેચાણની ગુણવત્તા બંનેને પ્રતિબિંબિત કરે છે. ફેબ્રુઆરી 2023માં, સરકારે HNIs દ્વારા મેળવવામાં આવતા ખોટા કર લાભોને રોકવા માટે રૂ. 5 લાખથી વધુના વાર્ષિક પ્રીમિયમવાળી નોન-ULIP વીમા પોલિસીઓ પર કર લાદ્યો હતો.

આ પણ વાંચોઃ ભારત પર 50 ટકા ટ્રમ્પ ટેરિફ લાગુ પડતા પહેલા સરકાર એકશનમાં, આજે PMOની બેઠક યોજાશે

Back to top button