ભારત પર 50 ટકા ટ્રમ્પ ટેરિફ લાગુ પડતા પહેલા સરકાર એકશનમાં, આજે PMOની બેઠક યોજાશે

નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2025: ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ આવતીકાલ (27 ઓગસ્ટ)થી લાગુ પડી જશે. જેમાં 25 ટકા બેઝ ટેરિફ પહેલેથી જ છે, જ્યારે 25 ટકા વધારાની ટેરિફ રશિયા પાસેથી સસ્તી કિંમત ક્રૂડ ખરીદવાને કારણે ભારત પર લગાવવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અમેરિકાની ઊંચી ટેરિફની અસરોની સમીક્ષા કરવા માટે વડાપ્રધાનના કાર્યાલય (PMO) દ્વારા આજે એક ઉચ્ચસ્તરીય બેઠક થવા જઇ રહી છે. તે બેઠકનું અધ્યક્ષપદ વડાપ્રધાનના પ્રિન્સીપાલ સચિવ કરી શકે છે.
50% ટેરિફ લાગુ થાય તે પહેલાં સરકાર એકશનમાં
અહેવાલ મુજબ, આ બેઠક દરમિયાન ભારતીય નિકાસ પર યુએસ ટેરિફની અસર અને તેના પગલાંની સમીક્ષા કરવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પહેલાથી જ આ સંદર્ભમાં ભારતીય નિકાસકારો અને નિકાસ પ્રમોશન કાઉન્સિલ સાથે બેઠક કરી રહ્યું છે અને તેમની સાથે મસલત કરી રહ્યું છે.
એક તરફ, ભારતીય માલ પર 50 ટકા યુએસ ટેરિફ નિકાસના નફામાં ઘટાડો કરશે, જ્યારે બીજી તરફ તેઓ કપડાં, ચામડું, રસાયણો અને એન્જિનિયરિંગ માલ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં યુએસ બજારમાં સ્પર્ધા કરી શકશે નહીં.
ભારતીય નિકાસ અને યુએસ ટેરિફની ચિંતાઓ વચ્ચે, ભારત સરકારે રશિયા તેમજ અન્ય નવા બજારો તરફ વળ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે માલનો વપરાશ કરવા અને અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા GST સુધારા જેવી મોટી જાહેરાતો પહેલાથી જ કરવામાં આવી છે. આ સાથે, નિકાસને મદદ કરવા માટે સરકાર દ્વારા અન્ય ઘણા પગલાં લેવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે.
સરકાર નિકાસકારોની ચિંતાઓ પ્રત્યે ગંભીર છે
વાણિજ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકાર નિકાસ ક્ષેત્ર પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર છે. યુએસ ટેરિફ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે, અમારી પ્રાથમિકતા વૈકલ્પિક બજારો શોધવા અને સ્થાનિક વપરાશને પ્રોત્સાહન આપવાની છે.”
બીજી બાજુ, ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે યુએસ ટેરિફના દબાણને ધ્યાનમાં રાખીને, ભારતીય કંપનીઓએ ઉત્પાદનોની ગુણવત્તા અને ખર્ચ-કાર્યક્ષમતા પર વધુ ધ્યાન આપવું પડશે. ભારતીય નિકાસ સંગઠનના સલાહકારે જણાવ્યું હતું કે, “ભારત પાસે આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા બજારોમાં પોતાની પકડ મજબૂત કરવાની મોટી તક છે.”
આ પણ વાંચોઃ 20 વર્ષ જૂના વાહનો અટકાવવા સરકારની નવી તરકીબ, રજિસ્ટ્રેશન ફી કરી બમણી












