ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

26 વર્ષ જૂની કંપની વેચી રહ્યા છે ગૌતમ અદાણી, 2500 કરોડનું બ્લોક ડીલ લોન્ચ કરાયુ

નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: અદાણી ગ્રુપ જ્યારે ઝડપથી પોતાના બિઝનેસન વિસ્તાર કરી રહી છે અને નવી કંપનીઓને ખરીદી રહ્યુ છે ત્યારે તેણે પોતાની એક કંપીમાંથી બહાર નીકળી જવાનું નક્કી કર્યુ છે. એક રિપોર્ટના અનુસાર ઇન્ડસ્ટ્રીના સ્ત્રોતોના હવાલાથી જણાવ્યું હતુ કે અદાણી ગ્રુપે AWL એગ્રી બિઝનેસ (અગાઉની અદાણી વિલ્માર)માં પોતાની બાકીની હિસ્સેદારી વેચવા અને બદમાં પૂરી રીતે બહાર નીકળી જવા માટે 2,500 કરોડ રૂપિયાની એક બ્લોક ડીલ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની અદાણી કોમોડિટીઝ એલએલપીએ AWL એગ્રીમાં તેનો બાકીનો 7 ટકા હિસ્સો વેચવા માટે ક્લીન-આઉટ ટ્રેડ શરૂ કર્યો છે.” બીજા વ્યક્તિએ આ પગલાને સમર્થન આપતા કહ્યું કે પ્રસ્તાવિત વેપાર માટે લઘુત્તમ કિંમત રૂ. 275 પ્રતિ શેર હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝ પ્રસ્તાવિત બ્લોક ટ્રેડ પર કામ કરી રહી છે. જોકે, અદાણી ગ્રુપે આ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.

અદાણી ગ્રુપે અગાઉ પણ હિસ્સો વેચ્યો હતો

અગાઉ, AWL એગ્રી બિઝનેસમાં 20 ટકા હિસ્સો ધરાવતા અદાણી ગ્રુપે તેનો 13 ટકા હિસ્સો વિલ્મર ઇન્ટરનેશનલ લિમિટેડની પેટાકંપનીને ઓફ-માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 4,646 કરોડમાં વેચી દીધો હતો.

વિલ્મારને હિસ્સો વેચ્યા પછી AWL એગ્રીમાં બાકીનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવિત બ્લોક ડીલ એ અદાણી ગ્રુપની FMCG બિઝનેસમાંથી બહાર નીકળવાની અને તેના મૂળભૂત માળખાગત પોર્ટફોલિયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.

નોંધનીય છે કે 1999માં સ્થાપના કરાયેલ, અદાણી વિલ્માર અદાણી એન્ટરપ્રાઇઝિસ અને વિલ્માર ઇન્ટરનેશનલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ કંપની ભારતમાં ક્રૂડ પામ તેલનું અગ્રણી પ્રોસેસર છે અને દેશમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર છે.

આ પણ વાંચોઃ બ્લિન્કીટ-ઝેપ્ટો જેવી 26 ઇ કોમર્સ કંપનીઓએ હટાવી ડાર્ક પેટર્ન

Back to top button