ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર: સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, જાણો ક્યારથી થશે શરૂ

  • મેટ્રો રેલની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે
  • મુસાફરી વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે
  • નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે

ગાંધીનગરના નાગરિકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં મેટ્રો રેલની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે, જેમાં સચિવાલયથી રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન સફળતાપૂર્વક થયું હતું.

સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી

હાલમાં સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે. આ ટ્રાયલ રનમાં મેટ્રો રેલને સચિવાલયથી આગળ વધારીને કુલ પાંચ નવા સ્ટેશનો અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી દોડાવવામાં આવી છે. આ સફળ ટ્રાયલ રનથી ગાંધીનગરના નાગરિકોને ટૂંક સમયમાં મેટ્રોની સુવિધા મળવાની આશા બંધાઈ છે.

નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે

મેટ્રો રેલની ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફ્ટી (CMRS) સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે. તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ નૂતન વર્ષના આરંભમાં (આવતા વર્ષની શરૂઆતમાં) ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે.

મુસાફરી વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે

ગાંધીનગરમાં આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલની સુવિધા પ્રાપ્ત થશે. મેટ્રો રેલની આ સેવા શરૂ થવાથી બંને શહેરોના લાખો મુસાફરોની દૈનિક મુસાફરી વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં જાણો કેટલો પડ્યો વરસાદ 

Back to top button