ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પોલીસ એન્કાઉંટરમાં ઠાર થયેલા સાઈકો કિલરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, 6 ગોળી શરીરની આરપાર નીકળી ગઈ

ગાંધીનગર, 26 સપ્ટેમ્બર 2025:  પોલીસના હાથે ઠાર મરાયેલા સાઈકો કિલર વિપુલ પરમારને પોલીસની 6 ગોળીઓ વાગી હતી. આ બધી ગોળી તેના શરીરની આરપાર નીકળી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ દરમ્યાન વિપુલના શરીરમાં છ ઠેકાણા પર બુલેટની એન્ટ્રી અને એક્ઝિટના નિશાન જોવા મળ્યા હતા પણ શરીરમાં એકેય બુલેટ જોવા મળી નહોતી.

અંબાપુર કેનાલ પાસે બુધવારે સાઈકો કિલર વિપુલનું એન્કાઉંટર થયું હતું. ગુરુવારે મૃતકનું પીએમ કરતા 6 ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું.

હત્યારાના પરિજનો દ્વારા આ બાબતે સારુ થયું હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અમારે તેની સાથે કોઈ સંબંધ નથી. જેથી અમે તેનો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી. પરંત છેલ્લે ચર્ચા અને સમજાવટ બાદ મૃતકના ભાઈઓએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા મુક્તિધામ ખાતે તેની અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું.

વિપુલને પીઠ, છાતી, પેટ, સાથળ અને હાથ પર 6 ગોળી વાગી હતી

એન્કાઉન્ટરમાં ઠાર થયેલા હત્યારાનું ગુરુવારે બપોરે 1.30 કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. જે સાંજે 6.30 વાગ્યે પૂરુ થયું હતું. વિપુલને છ ગોળી વાગી હતી, જેમાં છાતીમાં 2, પેટમાં 1, સાથળમાં 2, અને જમણાં બાવડાને ચીરી 1 ગોળી નીકળી ગઈ હતી.

આ પણ વાંચો:  ડરના જરુરી હૈ! ભારતના આ ખૂંખાર બેટ્સમેનથી અખ્તર પણ ડરવા લાગ્યો, પાકિસ્તાનની ટીમને ચેતવી દીધા

Back to top button