ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં પડ્યા મોટી જાનહાની?

આણંદ, 9 જુલાઈ 2025: આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. બ્રિજ તૂટી પડવાના પગલે અનેક વાહનો નીચે નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. ઘટનામાં મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરીને આ દુર્ઘટનાની માહિતી આપી હતી અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે તંત્રને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે.”

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બાદ તાત્કાલિક પોલીસ, ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. નદીમાં પડેલા વાહનોમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ છે.

ટ્રાફિક ડાયવર્ટ કરીને વિકલ્પ તરીકે નિકટના રસ્તાઓ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વધુ વિગતો અને જાનહાનિ અંગે અધિકૃત માહિતી માટે રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કેટલા માનવ અંગોની અંતિમવિધિ સરકારે કરી? 

Back to top button