ટ્રેન્ડિંગવર્લ્ડ

આ દેશમાં ‘અંતિમ સંસ્કાર’ બન્યા મોંઘા, લોકો પોતાના જ સ્વજનોની લાશને ઓળખવાનો કરી રહ્યા છે ઇન્કાર

કેનેડા, 19 મે : વિદેશની ધરતી જેટલી હરિયાળી દેખાય છે, એટલી છે નહિ. કેનેડામાંથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ મુજબ, તાજેતરના વર્ષોમાં કેનેડાના ઘણા રાજ્યોમાં બિનવારસી મૃતદેહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સ્વજનો તેમના પ્રિયજનોના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ અંતિમ સંસ્કારના ખર્ચમાં વધારો હોવાનું માનવામાં આવે છે. મૃતદેહો ન સ્વીકારવાનું ચલણ એટલું વધી ગયું છે કે એક પ્રાંતે નવી સ્ટોરેજ ફેસિલિટી બનાવવી પડી. અંતિમ સંસ્કાર માટે પૈસા ભેગા કરવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.

ઉદ્યોગ વેપાર જૂથનો અંદાજ છે કે કેનેડામાં અંતિમ સંસ્કારનો ખર્ચ 1998માં લગભગ $6,000 હતો જે હવે વધી ને $8,800 થઈ ગયો છે. ઑન્ટારિયો એ કેનેડામાં સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત છે. પ્રાંતના મુખ્ય કોરોનર ડર્ક હ્યુઅર કહે છે કે ઑન્ટેરિયોમાં બિનવારસી મૃતદેહની સંખ્યા 2013માં 242 હતી, જે 2023માં 1,183 થવાની ધારણા હતી. મોટાભાગના કિસ્સાઓમાં નજીકના સંબંધીઓની ઓળખ કરવામાં આવી હતી પરંતુ વિવિધ કારણોસર મૃતદેહનો દાવો કર્યો ન હતો, જેમાં સૌથી સામાન્ય કારણ પૈસા છે.

તેઓ મૃતદેહોનું શું કરે છે?

વર્ષ 2022માં કુલ બિનવારસી મૃતદેહોના 20 ટકાની ઓળખ ના થવાનું મુખ્ય કારણ નાણાનો અભાવ હતો. જે 2023માં વધીને 24 ટકા થઈ ગયું. અધિકૃત રીતે, 24 કલાક પછી શરીરને દાવા વગરનું માનવામાં આવે છે. પરંતુ પરિવારના સભ્યોને શોધવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. જો સંબંધીઓ માહિતી મળ્યા પછી પણ મૃતદેહોનો દાવો ન કરે તો, સ્થાનિક નગરપાલિકા કેટલીક સંસ્થાઓ સાથે મળીને સાદી દફનવિધિ પૂરી પાડવા માટે કામ કરે છે.

જ્યાં સુધી કોઈ વ્યક્તિ તેને લઈ ન જાય ત્યાં સુધી મૃતદેહોને સ્ટોરેજ સુવિધામાં રાખવામાં આવે છે. “હંમેશા એવા પરિવારો હોય છે જેમને મદદની જરૂર હોય છે,” ટોરોન્ટોમાં મેકકિનોન અને બોવ્સ ફ્યુનરલ હોમ ચલાવતા માલિક એલન કોલે જણાવ્યું હતું. પરંતુ મેં અત્યારની જેમ દાવો ન કરેલા મૃતદેહોની સંખ્યામાં વધારો જોયો નથી. 2013માં ક્વિબેકમાં દાવો ન કરાયેલા મૃતદેહોની સંખ્યા 66 હતી, જે 2023માં વધીને 183 થઈ ગઈ.

આ પણ કારણ છે

ન્યુફાઉન્ડલેન્ડની વિપક્ષી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જીમ ડીનના જણાવ્યા મુજબ, લોકોને ખ્યાલ છે કે તેઓ દફનવિધિ પરવડી શકે તેમ નથી. આ સિવાય રિપોર્ટ્સ કહે છે કે લોકેશનના આધારે મોંઘી જમીન પણ લોકોને મૃતદેહોને દફનાવવી મુશ્કેલ બનાવે છે. ગ્રેટર ટોરોન્ટો એરિયામાં માઉન્ટ પ્લેઝન્ટ ગ્રૂપ સાથે એક કબરની સરેરાશ કિંમત $2800 છે. પરંતુ મિડટાઉન ટોરોન્ટોમાં તે $34000 (રૂ. 32 લાખ) બની જાય છે. વધુમાં, કબર ખોદવી, અંતિમ સંસ્કાર, હેડસ્ટોન અને અન્ય વસ્તુઓ અંતિમવિધિને વધુ ખર્ચાળ બનાવે છે. સરકાર તરફથી પણ કોઈ મદદ મળી નથી.

આ પણ વાંચો :મને દેશમાં ગમે ત્યાં મોકલો પણ ત્યાં AAP ન હોય…!’ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હી હાઈકોર્ટમાં કેમ કરી આવી વિનંતી?

Back to top button