
National News : બેંગલુરુ ડેકેર કેસમાં પોલીસે પહેલી ધરપકડ કરી છે. HAL પોલીસે વિજયલક્ષ્મીની ધરપકડ કરી છે, જે વીડિયોમાં બાળકોને ત્રાસ આપતી જોવા મળે છે. પોલીસે આ કેસના સંદર્ભમાં વધુ ત્રણ વ્યક્તિઓને નોટિસ મોકલી હતી અને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ ગુરુવારે હાજર થયા ન હતા.
બેંગલુરુના બ્રૂકફીલ્ડ વિસ્તારમાં IT કંપની કેપજેમિનીના કેંપસમાં ચાલી રહેલા ડેકેર સેન્ટરમાં માસૂમ બાળકોને માનસિક ત્રાસ આપવાનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં ડેકેરની પાંચ મહિલા કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે પોલિસે તેમાંથી એક આરોપી વિજયલક્ષ્મીની ધરપકડ કરી લીધી છે.
વીડિયોમાં બાળકો રડતા હતા અને તેની સાથે મારપીટ થતી હતી
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાળકોને ત્રાસ આપતો વીડિયો વ્હોટ્સએપ પર શેર થયો અને ચાઈલ્ડ હેલ્પલાઈન સુધી પહોંચ્યો. આ વીડિયોમાં બાળકો રડતા હતા અને તેની સાથે મારપીટ કરતા દેખાતા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફરિયાદ અનુસાર, બે થી ત્રણ વર્ષના બાળકોને રોવડાવા અને ધમકાવામાં આવતા હતા. આરોપ છે કે, બાળકોને વોશિંગ મશીનની અંદર બેસાડવામાં આવતા. વેસ્ટર્ન ટોઈલેટમાં બેસાડવામાં આવતા, ટોઈલેટનો જેટ સ્પ્રેથી મોઢામાં પાણી નાખવામાં આવ્યું અને બાથરૂમ બંધ કરી ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી.
આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરાશે
બેંગલુરુ પોલિસ કમિશ્નર સીમંત કુમાર સિંહે કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમને કહ્યું કે, ફરિયાદ મળતા જ તુરંત કેસ નોંધવામાં આવ્યો હતો. પોલિસ હવે એમ પણ તપાસ કરી રહી છે કે, શહેરમાં બીજા ક્યા ડેકેર સેન્ટર ચાલી રહ્યા છે અને શું તે નિયમોનું પાલન કરી રહ્યા છે. તેના માટે સંબંધિત વિભાગ સાથે તમામ ડેકેર યૂનિટ્સની લિસ્ટ માંગવામાં આવી છે.
કૈપજેમિનીએ આ ઘટના બાદ સાવધાનીના પગલા તરીકે બેંગલુરુ કેંપસના ડેકેર સેન્ટર અસ્થાયી રૂપથી બંધ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે, તે તપાસમાં પોલિસનો પૂરો સહયોગ કરી રહી છે.
પોલીસે ડેપ્યૂટી કમિશ્નર રૈંકની એક મહિલા અધિકારીઓને આ મામલાની તપાસ માટે તૈનાત કર્યા છે. વીડિયો અને CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે, અને પોલિસનું કહેવું છે કે, આ મામલામાં કોઈને છોડવામાં નહીં આવે.
ડેકેર મામલે મંત્રી પ્રિયાંક ખડગે સખ્ત, બોલ્યા-બાળકોની સાથે દુર્વ્યવહાર પર ઝીરો ટોલરેંસ
બેંગલુરુ ડેકેર સેન્ટરમાં બાળકો સાથે દુર્વ્યવહારના મામલા પર કર્નાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે, સરકારની આ મુદ્દા પર ઝીરો ટોલરન્સ નીતિ છે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : EPF પર વ્યાજદર 8.25ની જાહેરાત બાદ ક્યારે ખાતામાં આવશે, શું છે આ નવી વ્યવસ્થા












