ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

અમરનાથ યાત્રાની તૈયારીને આખરી ઓપ: કશ્મીરમાં ચપ્પા ચપ્પા ઉપર ભારી બંદોબસ્ત 

  • મુખ્ય ધોરીમાર્ગ ગનધારી જવાનોના હવાલે : તંત્ર સજ્જ 

એચડી ન્યૂઝ ડેસ્ક, 30 જુન 2025: Amarnath Yatra ગણતરીના દિવસોમાં શરૂ થઇ રહેલી બાબા બર્ફાનીની યાત્રા માટે કેન્દ્ર સરકારની સલામતી એજન્સીઝ અને જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પહેલગામ હુમલો અને ‘ઓપરેશન સિંદૂર’ પછી ઉધમપુર સહિતના ખીણ વિસ્તારમાં ભારી બંદોબસ્ત ખડકી દેવાયો છે અને ચપ્પા ચપ્પા ઉપર સુરક્ષા દળોના જવાનો જોવાઇ રહ્યા છે.

ક્યારથી શરૂ થાય છે યાત્રા?

બાલતાલ અને ચંદનવાડી માર્ગેથી બાબા અમરનાથની યાત્રા 3 જુલાઇથી શરૂ થવાની છે. સામાન્ય રીતે 3 લાખથી વધુ ભાવિકો બરફના શિવલિંગના દર્શન કરવા માટે પવિત્ર ગુફા સુધી પહોંચતા હોય છે. આતંકી ઓછાયા બાદ પણ ભાવિકોનો પ્રવાહ અવિરત રહેવાની સંભાવના છે અને તે માટે ઠેક ઠેકાણે સલામતીનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

મુખ્ય હાઇ વે ઉપર બહુસ્તરીય સુરક્ષા

જમ્મુ અને કાશ્મીર અમરનાથ યાત્રા 2025 પહેલા, CRPF એ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર એક મજબૂત બહુ-સ્તરીય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે, જે હજારો યાત્રાળુઓ માટે એક મુખ્ય માર્ગ છે. સલામત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, દેખરેખ વધારવામાં આવી છે, K-9 એકમો તૈનાત કરવામાં આવ્યા છે, અને હાઇવે પેટ્રોલિંગ મજબૂત બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને ઉધમપુર સેક્ટરમાં સુરક્ષાચક્ર મજબૂત બનાવાયું છે.

આ પણ વાંચો:Operation Sindoor: જકાર્તામાં ભારતીય નૌકાદળના અધિકારીના હવાઇ હુમલાના નિવેદનથી વિવાદ, ખુલાસાઓ કરાયા  

આ પણ વાંચો:ગુજરાતમાં આવાસો માટે મહત્ત્વનો નિર્ણય: અલોટમેન્ટ લેટર – શેર સેર્ટિ.થી તબદીલી, ટ્રાન્સફર્સ માટેની ૮૦ ટકા સુધીની ડ્યુટી રકમ માફ

Back to top button