ફેડેક્સના સ્થાપક સ્મિથનું નિધન, 1971માં શરૂ કરેલી કંપની આવી રીતે ટોચ પર પહોંચી

મેમ્ફિસ, ટેનિસી, 23 જૂન, 2025: ફેડેક્સ કોર્પોરેશનના સ્થાપક અને પૂર્વ સીઇઓ ફ્રેડ સ્મિથનું ગઇકાલે 80 વર્ષની વયે નિધન થયુ છે. તેમના પરિવારના સભ્યોએ એ વાતની પુ્ષ્ટિ આપી હતી. સ્મિથ મિસીસીપીના માર્ક્સના મૂળ નિવાસી છે, પરંતુ તેમણે પોતાનું સમગ્ર જીવન મેમ્ફિસમાં વિતાવ્યું હતું. યુએસ મરીનમાં કામ કર્યા બાદ તેમણએ 1971માં ફેડેક્સની શરૂઆત કરી હતી. તેમની દેખરેખમાં ફેડેક્સ મેમ્ફિસની એક અગત્યની કંપની બની ગઇ હતી, જેણે દુનિયાભરના હજ્જારોની સંખ્યામાં રોજગારી આપી હતી.
ફ્રેડના પરિવારમાં આટલા સભ્ય
સ્મિથના પરિવારમાં તેમની પત્ની ડાયને એવિસ અને આઠ બાળકો છે. તેમના હેલા લગ્ન લિંડા બ્લેક સ્મિથ ગ્રિશમ સાથે થયા હતા. આ લગ્ન 1969થી 1977 સુધી ટક્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો વિંડલેંડ સ્મિથ રાઇસ અને રિચર્ડ ડબ્લ્યુ. સ્મિથ થયા હતા. તેમને કુલ મળીને 10 બાળકો છે. સ્મિથ 2022માં ગ્લોબલ લોજિસ્ટિક્સ કંપની ફેડેક્સના સીઇઓના મદેથી નીકળી ગયા હતા, પરંતુ કંપનીના એક્ઝિક્યુટીવ ચેરમેન બની રહ્યા હતા.
ફેડેક્સના સીઇઓ અને પ્રેસિડન્ટ રાજ સુબ્રમણ્યીમે ટીમના સભ્યોને મોકલેલા એક સંદેશામાં જણાવ્યું હતું કે “ફ્રેડ ઇન્ડસ્ટ્રીના એક જાણીતા વ્યક્તિ અને આપણી કંપનીના સ્થાપકથી વધુ હતા. તેઓ ફેડેક્સ માટે બધુ જ છે એમ કહેતા ઉમેર્યું હતુ કે તેઓ અનેક લોકો માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત પણ રહ્યા હતા.
ફેડએક્સ પાસે સૌથી મોટી કાર્ગો એરલાઇન છે
આજે ફેડએક્સ પાસે એક મજબૂત નેટવર્ક છે, જે 220 થી વધુ દેશો અને પ્રદેશોમાં ફેલાયેલું છે. કંપની પાસે 660થી વધુ વિમાનોનો પોતાનો કાફલો છે, જેના દ્વારા તેનું નેટવર્ક કાર્ય કરે છે. ફેડએક્સનું એક્સપ્રેસ શિપિંગ નેટવર્ક ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ફેડએક્સ પહેલા, માલની તાત્કાલિક ડિલિવરી એર કાર્ગો દ્વારા કરવામાં આવતી હતી. બાદમાં ફેડએક્સે ડેસોલ્ટ ફાલ્કન 20 જેવા બિઝનેસ જેટને એર કાર્ગો સેવામાં રૂપાંતરિત કરવાની પહેલ કરી હતી.
આજે ફેડએક્સ એક્સપ્રેસ એ મુખ્ય અમેરિકન કાર્ગો એરલાઇન્સમાંની એક છે, જે યુરોપની સૌથી મોટી એરલાઇન રાયનએર કરતા બમણી મોટી અને બ્રિટિશ એરવેઝ કરતા લગભગ ત્રણ ગણી મોટી છે. ફેડએક્સ વિમાનોમાં સીટો હોતી નથી. તેમના દ્વારા, મોટા પાયે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. વિમાનમાં ફક્ત પાઇલટ અને ફ્લાઇટ એન્જિનિયર હાજર હોય છે. જો કે, આ બધું રાતોરાત બન્યું નહીં. આમાં સ્મિથની મહેનત, દ્રષ્ટિ તેમજ ટીમને સાથે લઈ જવાની ભાવના સામેલ છે.
આ પણ વાંચોઃ એપ્રિલ 2025માં EPFOના સભ્યોમાં મોટો ઊછળો, મહિલાઓની ભાગીદારી વધી











