ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

હરિયાણામાં જાણીતી મોડલની હત્યા, નહેરમાંથી મળી આવ્યો મૃતદેહ

સોનીપત, 16 જૂન 2025 :    હરિયાણાના સોનીપતમાં હરિયાણવી મોડલ શીતલ (ઉર્ફે સિમ્મી)ની ગળું રહેસીને બેરહમીથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 16 જૂન, 2025ના રોજ બની, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. શીતલ હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અને એક ફેમસ મોડલ તરીકે જાણીતી હતી. નહેરની નજીકથી શીતલના બોયફ્રેન્ડની ગાડી પણ મળી આવી હતી, જેના કારણે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી.

સોનીપત પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સોનીપત એસીપી હેડક્વાર્ટર અજીત સિંહે જણાવ્યું હતું કે શવની ઓળખ અને તપાસની કાર્યવાહી ચાલુ છે. પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ શીતલના બોયફ્રેન્ડ સુનીલની સંડોવણી હોઈ શકે છે, કારણ કે તેની ગાડી ઘટનાસ્થળે મળી હતી. હત્યા પાછળનું કારણ શું હતું, તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ પ્રેમ પ્રકરણની શક્યતા પર પણ તપાસ કરી રહી છે.

ઘટનાએ હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં ચર્ચા જગાવી છે. ઘણા લોકો શીતલને ન્યાય મળે તે માટે પોલીસ પાસે ઝડપી તપાસની માગ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શીતલ પાનીપતની રહેવાસી હતી. છેલ્લા બે દિવસથી તે ગુમ થઈ ગઈ હતી. જે અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગુમ થવા અંગે કેસ નોંધ્યો હતો. બીજી તરફ આ વચ્ચે શીતલનો મૃતદેહ ખાંડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે. હાલમાં મોડેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  સ્વ. વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો

Back to top button