એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલમીડિયા

આતંકવાદથી પ્રભાવિત પરિવાર કરી શકશે MBBSનો અભ્યાસ, ગૃહ મંત્રાલયે બેઠકો અનામત રાખી; કોલેજોનું લિસ્ટ જુઓ

 નવી દિલ્હી, 18 ઓગસ્ટ 2025:   કેન્દ્ર સરકારે આતંકવાદનો ભોગ બનેલા પરિવારો માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે શૈક્ષણિક સત્ર 2025-26 માટે કેન્દ્રીય પૂલમાંથી MBBS બેઠકો ફાળવવાની જાહેરાત કરી છે. આ બેઠકો ખાસ કરીને આતંકવાદનો ભોગ બનેલા નાગરિકોના જીવનસાથી અને બાળકો માટે અનામત રાખવામાં આવી છે. આ વખતે કુલ ચાર બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કઈ મેડિકલ કોલેજોમાં અનામત બેઠકો છે

એ.એન. મગધ મેડિકલ કોલેજ, ગયા (બિહાર) – 1 બેઠક

ગ્રાન્ટ મેડિકલ કોલેજ, મુંબઈ (મહારાષ્ટ્ર) – 1 બેઠક

પંડિત જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ, રાયપુર (છત્તીસગઢ) – 2 બેઠક

કોણ અરજી કરી શકે છે?

  • ભારતીય નાગરિક હોવું ફરજિયાત છે.
  • આતંકવાદમાં માર્યા ગયેલા અથવા કાયમી રીતે અપંગ બનેલા નાગરિકોના બાળકો અથવા જીવનસાથી જ પાત્ર છે.
  • 31 ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં 17 વર્ષની ઉંમર પૂર્ણ કરવી જોઈએ.
  • NEET UG2025માં ક્વોલિફાય થવું જરૂરી છે.
  • બિન અનામત અને EWS: 50મું પર્સેન્ટાઈલ
  • SC/ST/OBC: 4૦મું પર્સેન્ટાઈલ
  • દિવ્યાંગજન (બિન અનામત/EWS): 45મું પર્સેન્ટાઈલ

પસંદગીમાં પ્રાથમિકતા
જે બાળકોના માતાપિતા બંને આતંકવાદમાં શહીદ થયા છે.
જે બાળકોના એકમાત્ર કમાતા સભ્યનું મૃત્યુ થયું છે.
કાયમી અપંગતા ધરાવતા અથવા ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિતોના વાલીઓ.

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 31 ઓગસ્ટ 2025 સુધીમાં ગૃહ મંત્રાલય, નવી દિલ્હીને પાત્ર ઉમેદવારોની અરજીઓ મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો ઈમેલ દ્વારા પણ મોકલવાની રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં વરસાદનો કહેર; 657 લોકોના અવસાન; 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Back to top button