ગજબ ટોપીબાજ: નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને વૃદ્ધ પાસેથી લાખોના દાગીના લૂંટ્યા

બિહારઃ 26 સપ્ટેમ્બર, 2025: બિહારના કટિહાર જિલ્લામાં ગુંડાઓએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. શહેરના લાલિયાહી હનુમાન મંદિર નજીક ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ બનીને આરોપીઓએ નિવૃત્ત અધિકારી રમેશ ઉપાધ્યાય પાસેથી લાખો રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ, નિવૃત્ત અધિકારી તેમના પુત્રની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર એક યુવક તેમની પાસે આવ્યો અને કહ્યું, ‘ તમને સાહેબ બોલાવે છે.’ જ્યારે નિવૃત્ત અધિકારી તેની સાથે આગળ વધતા જ બે વધુ ગુંડાઓ તેને ઘેરી લે છે. આરોપીઓએ એવી વાર્તા બનાવી કે આ વિસ્તારમાં વાતાવરણ તંગ છે, તેથી તેણે સુરક્ષિત રહેવા માટે પોતાના દાગીના કાઢીને રૂમાલમાં રાખવા જોઈએ. આરોપીઓ પર વિશ્વાસ કરીને નિવૃત અધિકારીએ સોનાની વીંટી અને ચેન રૂમાલમાં મૂકી દીધા હતા. પરંતુ પછી એક મોટો ખેલ રમાયો અને આરોપીઓએ ગુપ્ત રીતે રૂમાલ બદલી નાખ્યો અને ભાગી ગયા. જ્યારે પીડિતાએ રૂમાલ ખોલ્યો ત્યારે તેમાં સોનું નહીં પણ ઈંટનો ટુકડા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
પીડિતના જણાવ્યાનુસાર, છેતરપિંડી કરનારાઓએ 5 લાખ રૂપિયાથી વધુના દાગીના ચોરી લીધા હતા. ઘટનાની પુષ્ટિ કરતા એએસપી અભિજીત સિંહે જણાવ્યું હતું કે, ‘પોલીસ ટીમ આરોપીઓની ઓળખ કરી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીને દાગીના પાછા મેળવશે.’ આ ઘટનાને લઈને શહેરમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભો થાય છે.
આ પણ વાંચોઃ ‘CJI વિપક્ષના નેતા નથી…’ PM મોદીને ગણેશ આરતીમાં બોલાવવાના વિવાદ પર પૂર્વ જસ્ટિસ ચંદ્રચૂડની ટિપ્પણી
આ પણ વાંચોઃ દીકરાને તો સ્ટાર બનાવ્યો, તો પછી કેમ ગામડામાં છાણ લીપે છે જેકી શ્રોફની લાડકી?












