દીપિકા-રણવીર ફરી બન્યા માતા-પિતા, ઘરે ગૂંજી નાનકડી પરીની કિલકારી
Deepika Padukone: બોલિવૂડનું સૌથી લોકપ્રિય કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) બીજી વખત માતા-પિતા બની ગયા છે. દીપિકાએ શનિવારે વધુ એક દીકરીને જન્મ આપ્યો છે. કપલે સોશિયલ મીડિયા પર આ ખુશખબર ચાહકો સાથે શેર કરતાં જ બોલિવૂડ સહિત ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
દીપિકા બીજી વખત બની માતા: દુઆ બની મોટી બહેન
19 સપ્ટેમ્બર 2026ની તારીખ દીપિકા અને રણવીર માટે હંમેશાં યાદગાર બની રહેશે. શનિવારે આ દંપતીએ તેમની બીજી બાળકીનું દુનિયામાં સ્વાગત કર્યું હતું.
બાળકીના જન્મ બાદ દીપિકા અને રણવીરે ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત પોસ્ટ શેર કરીને બીજી વાર પેરેન્ટ્સ બનવાની ખુશખબરી આપી હતી. તેમણે ખાસ જણાવ્યું કે તેમની પહેલી દીકરી ‘દુઆ’નું હવે પ્રમોશન થઈ ગયું છે અને તે મોટી બહેન બની ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોસ્ટમાં બંનેએ નવજાત બાળકીના ફૂટ પ્રિન્ટ્સ (પગલાંની છાપ) ની તસવીર શેર કરી નજરબટ્ટુ ઇમોજી સાથે આશીર્વાદ માંગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડિલિવરીના એક દિવસ પહેલાં જ દીપિકા અને રણવીર મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જેના બીજા જ દિવસે આ ખુશખબર સામે આવી છે.
View this post on Instagram
સેલેબ્સે પાઠવ્યા અભિનંદન
આ દંપતી ફરી પેરેન્ટ્સ બનતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અગ્રણી કલાકારોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો છે:
શ્રેયા ઘોષાલ, મલ્લિકા દુઆ, કૃતિ ખરબંદા, કૃતિ સેનન, હુમા કુરેશી અને સોનમ કપૂર સહિતના અનેક સેલેબ્સ તેમજ હજારો પ્રશંસકોએ સોશિયલ મીડિયા પોસ્ટ પર શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો:નાગોયામાં એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ, મનુ ભાકર-પવન સેહરાવતે ફરકાવ્યો ત્રિરંગો
પ્રેગ્નન્સીની જાહેરાત અને ફોટોશૂટ

એપ્રિલમાં આપી હતી ખુશખબર: દીપિકા અને રણવીરે 19 એપ્રિલ 2026ના રોજ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બીજી પ્રેગ્નન્સીની સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં મોટી પુત્રી દુઆ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડેલી જોવા મળી હતી.
દુઆના બર્થડે પર મેટરનિટી ફોટોશૂટ: 8 સપ્ટેમ્બર 2026ના રોજ દુઆના બીજા જન્મદિવસ નિમિત્તે દીપિકાએ એક બ્લેક-એન્ડ-વ્હાઇટ મેટરનિટી ફોટોશૂટ શેર કર્યું હતું, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નોંધનીય છે કે, દીપિકા અને રણવીરે 8 સપ્ટેમ્બર 2024ના રોજ તેમની પ્રથમ પુત્રી ‘દુઆ પાદુકોણ સિંહ’નું સ્વાગત કર્યું હતું. હવે બીજી લક્ષ્મીના આગમન સાથે તેમનો પરિવાર પૂર્ણ થયો છે.
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં જવા અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ












