આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝબિઝનેસ

ઉર્જા સંકટ : ભારતે ઓમાનથી ગુજરાત સુધી લાંબી પાઇપલાઇન બનાવવા પ્રોજેક્ટની કરી જાહેરાત

Energy crisis : પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઉર્જા સંકટથી વિશ્વને ચિંતા થઈ છે. ભારત જેવા દેશો, ખાસ કરીને મધ્ય પૂર્વમાંથી પુરવઠામાં વિક્ષેપથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો, તેમનો ઉર્જા પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. ભારતે ઓમાનથી ગુજરાત સુધી લાંબી પાઇપલાઇન બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

તે અરબ સાગરના પાર લગભગ 2,000 કિલોમીટર લાંબી એક ઉંડા સમુદ્રમાં પાથળવામાં આવતી ગેસ પાઈપલાઈન હશે. તે ઓમાન અને ગુજરાતને જોડતી અને લાંબા સમયથી ચર્ચિત યોજના છે, કારણ કે, ભારત ઝડપથી એનિશ્વિત ભૂ-રાજકીય તણાવની વચ્ચ અધિક વિશ્વસનીય ઉર્જા આપૂર્તિ સુનિશ્વિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ગત ત્રણ દાયકામાં આ પરિયોજનાની કેટલીક સમીક્ષા કરવામાં આવી છે, પરંતુ ઉચ્ચ ખર્ચ, ટેક્નિકલ બાધાઓ અને વ્યાવસાયિક પરેશાનીઓના કારણે આ યોજના આગળ વધી શકી નહીં. હવે આ પ્રસ્તાવને સપોર્ટ કરનાર પ્રાઈવેટ ગૃપ SAGE દ્વારા માર્ગ અને તેની એન્જિનિયરિંગ પડકારોની વેલ્યુએશન કરવા માટે સમુદ્ર તળ સર્વેની સાથે-સાતે ટેક્નિકલ અને નાણાંકીય અધ્યયન પૂરું કર્યા બાદ આ પરિયોજનાઓને નવી ગતિ મળી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

આટલો થશે ખર્ચ

 

અનુમાન છે કે, આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે ઓમાન-ગુજરાત ડીપ-સી ગેસ પાઈપલાઈન અત્યાર સુધીના સૌથી ઉંડા સમુદ્ર માર્ગોમાંથી એક હશે. તે નેચરલ ગેસની કોઈ બાધા વગર સપ્લાય કરશે. જો આ પાઈપલાઈન બનશે, તો તેનાથી ખાડી દેશો અને ભારત વચ્ચે એક સીધી ઉર્જા કોરિડોર સ્થાપિત થઈ શકે છે, જેનાથી દેશની હોર્મુઝ જલડમરુમધ્યથી પસાર થતા સમુદ્ર માર્ગો પર નિર્ભરતા ઓછી થઈ જશે.

મહત્વપૂર્ણ છે આ યોજના

 

ભારત આયાતી ઉર્જા પર ઘણી હદ સુધી નિર્ભર છે. દેશમાં વધુ પડતા ક્રૂડ તેલની જરૂરતોની આયાત કરે છે અને પ્રાકૃતિક હેસ, વિશેફ રીતે એલએનજીની વિદેશી આપૂર્તિ પર કેટલીક હદ સુધી નિર્ભર છે. આ આયાતોનો એક મોટો ભાગ ખાડી દેશોથી આવે છે. અને ફારસની ખાડીને અરબ સાગરથી જોડનાર સંકરે માર્ગ, હોર્મુઝના માધ્યમથી પહોંચે છે. આ માર્ગ પર કોઈ પણ પ્રકારની રોક ગ્લોબલ માર્કેટ્સ પર તરત અસર કરી શકે છે. તેનાથી શિપિંગ સોર્ટ, ઈંઘણની કિંમત અને આપૂર્તિ ચેન પ્રભાવિત થઈ શકે છે.

આવી દેખાશે પાઈપલાઈન

 

પ્રસ્તાવિત પ્રોજક્ટ અરબ સાગરમાં ફેલાયેલ એક પાણીની નીચેના નેટવર્કના માધ્યમથી ઓમાનને સીધા ગુજરાત સાથે જોડશે. તેની સૌથી ખાસ વાત તેની ઉંડાઈ છે. માર્ગનો કેટલાક ભાગ સમુદ્ર તટથી 3000 મીટરથી નીચે થવાની સંભાવના છે, જેથી તે અત્યાર સુધી પ્રસ્તાવિત સૌથી ઉંડા સમુદ્રી પાઈપલાઈન પરિયોજનાઓમાંથી એક બની જશે. એટલી ઉંડી અને વધુ પજતી અપતટીય ઉર્જા પરિયોજનાઓમાં મળતા ઉંડાણથી ઘણી વધુ છે અને તેના માટે અત્યાધિક વિશેષ એન્જિનિયરિંગ સમાધાનોની આવશ્યકતા હશે.

ગેસ આવવામાં થશે આટલો ખર્ચ

 

આ પાઈપલાઈનના માધ્યમથી દિર્ઘકાલિન આપૂર્તિ સમજૂતિ હેઠળ પ્રાકૃતિક ગેસ પરિવહન થવાની આશા છે, જેનાથી સંભાવિત રૂપથી ભારતને પોતાના ઉર્જા સોર્સમાં વિવિધતા લાવવામાં મદદ મળશે. સાથે જ ઓમાનને એક સ્થિર નિકાસ માર્કેટ પણ મળશે. પરિયોજના પ્રસ્તાવો અનુસાર, પરિવહન ખર્ચ 2-2.25 ડોલર પ્રતિ એમએમબીટીયૂ વચ્ચે થઈ શકે છે. જો કે, અંતિમ ખર્ચ ફંડિંગ વ્યવસ્થા, નિર્માણ વ્યય અને ભવિષ્યમાં ગેસની કિંમતો પર નિર્ભર કરે છે.

આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં મોટો નિર્ણય, મનીષા વાઘમારેની જામીન અરજી ફગાવાઈ

Back to top button