ગુજરાત

GSEB 10th Result : આવતીકાલે ધોરણ 10નું પરિણામ, આ રીતે ચેક કરો રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તા. 6મેને બુધવારના રોજ સવારે 8 કલાકે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ 5 સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે.

ઓનલાઈન જોવો રિઝલ્ટ

જેમાં પ્રથમ GSEBની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈ SSC Result લિંક પર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરવો. સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે. આ રિઝલ્ટને ડાઉનલોડ કરવું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઉપરાંત WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવા માટે સૌપ્રથમ તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો. હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો. ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો. મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ)નો મેસેજ આવશે.

તા. 4 મેના ધોરણ 12નું રિઝલ્ટ થયું હતુ જાહેર

નોંધનિય છે કે, ધોરણ 12 (HSC)નું પરિણામ 4 મે 2026ના રોજ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધો. 12નું સાયન્સનું રિઝલ્ટ 84.33 % અને સામાન્ય પ્રવાહનું 92.71 % રિઝલ્ટ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ 1,19,263 અને સામાન્ય પ્રવાહનું 5,01,286 એમ કુલ 6.20 લાખ પરિક્ષાર્થીઓ હતા. આ સાથે જ GUJCETના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો : VIDEO : પહેલા ચોરી કરી પછી કોલ્ડડ્રિંક ગટગટાવ્યું, સુરતમાં ચોરનો અનોખો અંદાજ

 

Back to top button