
Ahmedabad News : હાલ મોંઘવારીએ માજા મુકી છે. પેટ્રોલ-ડિઝલથી લઈને દરેક વસ્તુઓના ભાવ આસમાન પહોંચ્યા છે. જેની અસર ઈમરજન્સી સેવાઓ પર પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.ની ફાયર બ્રિગેડે તેના ચાર્જમાં વધારો કર્યો છે. આ સાથે જ વિવિધ પ્રકારની સેવા માટેના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો કરાયો છે. અને સ્થાયી સમિતિની બેઠકમાં આ વધારાને મંજૂરી પણ આપવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ 2011માં લાગૂ કરાયો હતો નવો ચાર્જ
આ અગાઉ વર્ષ 2011માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ચાર્જમાં વધારો કરાયો હતો, જેમાં હવે લાંબા સમય બાદ નવા સુધારા-વધારા કરાયા છે. જો અમદાવાદની હદમાં આગ કે અકસ્માતની કોઈ ઘટના બને, તો નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલાશે નહીં.
8 કલાકની સમયમર્યાદા માટે લઘુતમ રૂ. 1600 નક્કી કરાયો
પરંતુ શહેરની બહારના વિસ્તારો, GIDC, તેમજ ખાનગી ઔદ્યોગિક એકમોમાં લાગતી આગ બુજાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડને બોલાવાશે, ત્યારે નવો ચાર્જ લાગુ થશે. અગાઉ આ સેવાઓ માટે ઘટનાના પ્રકાર અને સમયના આધારે રૂ. 300થી રૂ. 1000 સુધીનો ચાર્જ લેવાતો હતો, જે હવે વધારીને 8 કલાકની સમયમર્યાદા માટે લઘુતમ રૂ. 1600 નક્કી કરાયો છે. આ નિયત સમય કરતાં વધુ સમય લાગશે તો વધારાના કલાકો મુજબ ચાર્જ વસૂલાશે. આ સિવાય, સ્ટાફને ચૂકવવાનું થતું ભથ્થું પણ જે તે અરજદારે અલગથી ભોગવવાનું રહેશે.
આ પણ વાંચો : અભિનેતા દિનયાર તીરંદાજનું 69 વર્ષની વયે નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી












