આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ઇલોન મસ્કની તાકાત તો વધી, પરંતુ લોકપ્રિયતા અને સંપત્તિના મોરચે નુકસાન

ન્યુયોર્ક, 29 એપ્રિલ, 2025: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં પરતગીનો ફાયદો દુનિયાના સૌથી અમીર શખ્સ ઇલોન મસ્કને જરૂર મળ્યો છે. પાછલા કેટલાક મહિનાઓમાં વોશિંગ્ટનના રાજનૈતિક વર્તુળમાં તેમની તાકાતમાં નિસંદેહ વધારો થયો છે, જોકે તેની સાથે તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આવું એક સર્વેક્ષણમાં બહાર આવ્યુ છે. એટલુ જ નહી સંપત્તિ મામલે પણ તેમને નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, છેલ્લા એક વર્ષમાં મસ્કની સંપત્તિમાં 97.7 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જો કે, ઇલોન મસ્ક હજુ પણ 335 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.

ધ એસોસિએટેડ પ્રેસ-નોર્ક સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના એક મતદાન અનુસાર, ટેક દિગ્ગજ અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકેની પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો વિતાવનાર ઇલોન મસ્ક, તાજેતરના મહિનાઓમાં વોશિંગ્ટનમાં તેમની શક્તિ વધતી જોવા મળી છે પરંતુ તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.

મતદાન અનુસાર, માત્ર 33 ટકા અમેરિકન પુખ્ત લોકો જ મસ્ક પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે, જે ડિસેમ્બરની 41 ટકાવારીથી નીચે છે. મસ્ક અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સરકારી ખર્ચમાં કાપ અને સરકારી ખર્ચનું પુનર્ગઠન કરવાના પ્રયાસોનો ચહેરો છે અને તે હવે અપ્રિય બની રહ્યા છે.

“તેણે તેની પ્રતિષ્ઠાને બરબાદ થવા દીધી તે અત્યંત શરમજનક છે,” એમ નોર્થ કેરોલિના 27 વર્ષીય ડેમોક્રેટ અર્નેસ્ટ પરેરાએ કહ્યું હતુ, તેઓ પોતાના જ પ્રભાવમાં જ ખેંચાઇ ગયા છે. મતદાનમાં જાણવા મળ્યું છે કે બે તૃતીયાંશ પુખ્ત લોકો માને છે કે ફેડરલ સરકાર પર મસ્કનો ઘણો પ્રભાવ છે, જો કે તે પ્રભાવ ટૂંક સમયમાં ઓછો થઈ શકે છે કારણ કે મસ્ક તેની વહીવટી ભૂમિકા છોડી દે તેવી અપેક્ષા છે.

પેન્સિલવેનિયાના 75 વર્ષીય નિવૃત્ત સુસાન વોલ્ફે કહ્યું કે સરકાર મહાન છે, પરંતુ મસ્કે બધું બરબાદ કરી દીધું છે. મસ્કના સરકારી કાર્યક્ષમતા વિભાગ (ડોજી) એ હજારો કામદારોને છૂટા કર્યા, પરંતુ 1 ટ્રિલિયન ડોલરનો ઘટાડાનો લક્ષ્યાંકમાં 150 અબજ ડોલરની ઘટ છે. પોલમાં, 50 ટકા લોકો માને છે કે ટ્રમ્પના કર્મચારીઓમાં કાપ ઘણો વધારે છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની બિલાવલ ભુટ્ટોને ખુલ્લી ચેલેન્જ, હિંમત હોય તો….

Back to top button