ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પરિણામ: બાડમેર બેઠક પર રવિન્દ્ર સિંહ ભાટી કરશે કમાલ કે ચૌધરીનું ફરી ખીલશે કમળ?

Text To Speech
  • રાજસ્થાનની બાડમેર લોકસભા બેઠક પહેલેથી જ ચર્ચામાં
  • બાડમેરમાં ત્રિકોણીય જંગ: ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી

રાજસ્થાન, 04 જૂન: રાજસ્થાનની બાડમેર-જેસલમેર લોકસભા બેઠક 2024ની ચૂંટણી ખુબજ ચર્ચામાં રહી છે, કારણ કે 26 વર્ષીય અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે આ સીટ પર કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે આરએલપી તરફથી ઉમેદરામ બેનીવાલને મેદાનમાં ઉતાર્યા છે.

બાડમેર લોકસભા બેઠક 1957 થી 2014 દરમિયાન યોજાયેલી કુલ 15 લોકસભા ચૂંટણીમાં 9 વખત કોંગ્રેસએ જીત મેળવી છે તો ભાજપે 2 વખત, 1 વખત અપક્ષ, 1 વખત BLD, 1 વખત RRP અને 1 વખત જનતા દળએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે. કર્નલ સોનારામ કોંગ્રેસની ટિકિટ પર 1996-2004 દરમિયાન સતત ત્રણ વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

બાડમેરમાં ત્રિકોણીય જંગ

બાડમેર-જેસલમેર લોકસભા સીટ પર ત્રિકોણીય જંગ છે. ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર ઉમેદારામ બેનીવાલ અને અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી વચ્ચે મુકાબલો છે. મતગણતરી ચાલુ છે. અહીં કુલ 150થી વધુ રાઉન્ડની મતગણતરી થશે.

હાલ કોંગ્રેસના ઉમેદવાર આગળ

  • હાલમાં બાડમેર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 7724 મતથી આગળ ચાલી રહ્યા છે, ત્યારે અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી બીજા નંબરે છે અને ભાજપના કૈલાશ ચૌધરી ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે.

2019ના શું હતા પરિણામ?

  • બીજેપીના કૈલાશ ચૌધરીને 8,46,526 વોટ મળ્યા હતા
  • કોંગ્રેસના માનવેન્દ્ર સિંહને 5,22,718 વોટ મળ્યા હતા
  • NOTAમાં જનતાએ 18,996 મત નાખ્યા હતા

2014માં શું હતી સ્થિતી?

2014ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર 72.56 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 40.09 ટકા અને કોંગ્રેસને 18.12 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કર્નલ સોનારામ ચૌધરીએ અપક્ષ ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહને 87,461 મતોથી હરાવ્યા હતા. બીજેપીના કર્નલ સોનારામને 4,88,747 વોટ અને જસવંત સિંહને 4,01,286 વોટ મળ્યા. જ્યારે કોંગ્રેસના સાંસદ હરીશ ચૌધરી 2,20,881 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.

આ પણ વાંચો: ચૂંટણી પરિણામ: સ્મૃતિ ઈરાનીથી લઈને રાહુલ ગાંધી અને અખિલેશ સુધી, કોણ કઈ સીટ પરથી આગળ છે?

Back to top button