ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

GSEB Result : ધોરણ 10-12ના પરિણામની તારીખો જાહેર, આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

GSEB HSE SSE Result 2026 Date & Time Announced: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની વિવિધ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ 4 મે, સોમવાર, 2026ના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન યોજાયેલી આ પરીક્ષાની રાહ જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો દિવસ આવી પહોંચ્યો છે. ધોરણ 10નું 6મેના રોજ પરિણામ જાહેર કરાશે.

તમામ પ્રવાહનું એકસાથે પરિણામ જાહેર કરાશે

બોર્ડ દ્વારા જાહેર થનારા પરિણામોમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનો સમાવેશ થાય છે. આ સાથે જ GUJCET-2026 અને સંસ્કૃત માધ્યમ પરીક્ષાના પરિણામ પણ એ જ દિવસે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ચેક કરી શકશે. ઉપરાંત ટેકનોલોજીના ઉપયોગ સાથે બોર્ડે વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા આપી છે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી વોટ્સએપ પર જ પરિણામ મેળવી શકશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઝડપી અને સરળતાથી પરિણામ મેળવવામાં મદદ મળશે. પરિણામ જાહેર થતાં જ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે.

વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે

  • Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • Step 2: HSC Result લિંક પર ક્લિક કરો.
  • Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
  • Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
  • Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.

WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ

  • Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
  • Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
  • Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
  • Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા માર્ક્સ અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.

GSEB HSC રીઝલ્ટ 2026 SMS દ્વારા ચેક કરવાના સ્ટેપ્સ

  • Step 1: મોબાઇલમાં SMS એપ્લિકેશન ખોલો.
  • Step 2: SMS લખો – HSC Seat Number
  • Step 3: આ મેસેજ 56263 નંબર પર મોકલો.
  • Step 4: થોડા સમયમાં રીઝલ્ટ SMS દ્વારા મળશે.
આ પણ વાંચોઃ ‘હવે બધું જ મોંઘું થઈ જશે’, ગેસ સિલિન્ડરના ભાવ વધતા સંજય રાઉતે સરકાર પર કટાક્ષ કર્યો
Back to top button