ટ્રેન્ડિંગનેશનલવિશેષ

સનકી પતિએ પત્નીનો હાથ કાપી નાખ્યો, જાણો કેટલું સામાન્ય હતું કારણ

  • ફોનમાં વાત કરવાની પતિએ પાડી ના
  • પતિને હતી કેરટેકર પર શંકા
  • પીડિતાને પોલીસે પહોંચાડી હોસ્પિટલમાં

મધ્યપ્રદેશ 12 એપ્રિલ:  મધ્યપ્રદેશના અશોકનગરમાં રહેતા કપલે વચ્ચે ફોનમાં વાત કરવાની બાબતે ઝધડો થયો હતો.જેમાં ફોનમાં વાત કરી રહેલી પત્ની પર શંકા જતા ગુસ્સાયેલા પતિએ કુહાડી લઈ પત્નીનો હાથી કાપી નાંખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં છોડીને પતિ તેનો હાથ પણ સાથે લઈ ગયો હતો. આ બબાતની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોહિલુહાણ થયેલી પીડિતાને પોલીસે હોસ્પિટલ દાખલ કરીને તેના આરોપી પતિ પર એફઆઈઆર નોંધીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.

આ યુગલ દિવ્યાંગ છે

મધ્યપ્રદેશના અશોકનગરમાં મીરા રોડ પર આવેલી જંગદબા કોલોનીમાં રહેતા આ બંને જણા દિવ્યાંગ હતા. જેમાં આરોપી પતિ પગથી દિવ્યાંગ હતો જ્યારે પીડિતા પત્નીનો એક હાથ કામ નહોતો કરતો. હાથ લઈને નાસી ગયેલ આરોપીનું નામ કમલસિંહ અને તેની પત્નિનું નામ મિથલેશ છે. મિથલેશ બાળપણમાં ધાબા પરથી પડી જતાં તેનો એક હાથમાં ફ્રેક્ચર થયું હતું જેની દેશી સારવાર કરતા તેનો તે હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો. તેઓના લગ્ન લગભગ 16 વર્ષ પહેલા થયાં હતા અને તેમને બે છોકરા અને બે છોકરીઓ પણ છે. આ પ્રકારની માહિતી પોલીસપુછપરછમાં જાણવા મળી હતી.

પતિને હતી પત્નીના ચરિત્ર પર શંકા

મિથલેશે જણાવ્યું હતું કે તે પોતાના સગાસંબંધી સાથે ફોનમાં વાત કરી રહી હતી. ત્યારે કમલે મને ફોનમાં વાત કરવાની ના પાડતા ઝઘડો કર્યો હતો. આમ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા જતા કમલે મિથલેસનો કુહાડીથી હાથ કાપીને પોતાની સાથે લઈ નાસી છુટ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પીડિતાને લોહીલુહાણ હાલતમાં જોતાં તેને હોસ્પિટલમાં દાખલ કરીને કપાયેલા હાથની શોધખોળ કરી હતી જે તેના ઘરથી થોડા અંતરેથી મળી આવ્યો હતો.

24 કલાકમાં આરોપી ઝડપાઈ ગયો

કમલને પત્ની મિથિલેશ પર ચરિત્ર બાબતે ઘણા દિવસોથી શંકા હતી.  ગુસ્સાથી આંધળા થયેલા કમલે પત્ની રાતે સુતેલી પત્ની પર કુહાડીથી જાનલેવા હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્રારા આરોપીને માત્ર 24કલાકની અંદર પકડી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે પતિને પોતાની પત્નીને ફોન પર વાત કરવાની ઘણી ના પાડી હતી.  છેવટે આરોપી પતિએ પોતાની પત્નીને પાઠ ભણાવવા આ પ્રકારનું ક્રુર પગલું ભર્યું હતું.

આ પણ વાંચો:  Swiggyના ડિલિવરી બોયનું કૃત્ય CCTVમાં કેદ, દરવાજા પર આ શું કર્યું? જુઓ વીડિયો

Back to top button