કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

મહુવાના નાની સોડવદરી ગામે ઝઘડાની દાઝે પાંચ શખ્સોએ ઢીંકા પાટુનો માર્યો માર

ભાવનગર 12 નવેમ્બર 20251: મહુવાના નાની સોડવદરી ગામે સાતેક મહિના પહેલા મોટરસાયકલ ભટકાયાની અરજી પોલીસ મથકમાં આપ્યાની દાઝ રાખી તે ગામના જ પાંચ શખ્સોએ હુમલો કરી માર માર્યા ની પોલીસ ફરિયાદ નોંધાય હતી.

મહુવા તાલુકાના નાની સોડવદરી ગામે રહેત અને ખેતી કામ કરતા શામજીભાઈ નરસીભાઈ સાંડીસ ને તે ગામમાં જ રહેતા સામતભાઈ ભાભલુભાઈ રાટા સાથે મોટરસાયકલ ભટકાડવા બાબતે સાતેક માસ પહેલા ઝઘડો થયેલ હતો. અને તેમાં તેમણે શામજીભાઈને માર મારેલ. જે બાબતની અરજી તેમણે બગદાણા પોલીસ મથકમાં આપેલ પરંતુ ત્યાર બાદ તે બાબતે સમાધાન પણ થઈ ગયેલ.

તેમ છતાં આજે સામતભાઈ ઉપરાંત તે ગામમાં જ રહેતા વલકુભાઈ ડોહલભાઈ રાટા, જીતુભાઈ મેરાણભાઈ રાટા, લાલાભાઈ શામળાભાઈ અને મહિપાલભાઈ કાળાભાઈ ગિયડએ એક સંપ કરી જુના ઝઘડા બાબતની દાજ રાખી શામજીભાઈના દીકરા તથા તેના ભાઈના અને કાકાના દીકરાને આવીને ઢીકા પાટુ નો માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ વિશે અપમાનિત કર્યાની ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: નાગા સાધુ બની ચલાવતા હતા લૂંટ, રસ્તા પર એક યુવાનને લૂંટ્યો ત્યારે પોલીસે 30 મિનિટમાં જ આંતરરાજ્ય ગેંગનો કર્યો પર્દાફાશ

Back to top button