ટ્રેન્ડિંગયુટિલીટી

ફોન ચાર્જિંગમાંથી કાઢતી વખતે ક્યાંક તમે તો નથી કરતા આ મોટી ભૂલ?

Phone Tips : સ્માર્ટફોન આજે આપણી દિનચર્યાનો સૌથી મહત્વનો હિસ્સો બની ચૂક્યો છે. આપણે દિવસમાં ઘણી વખત આપણા ફોનને ચાર્જ કરીએ છીએ અને ફૂલ ચાર્જ થઈ ગયા પછી તેને ચાર્જરથી હટાવીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ફોનને ચાર્જિંગમાંથી બહાર કાઢતી વખતે તમે કઈ પદ્ધતિ અપનાવો છો? અવારનવાર લોકો ઉતાવળમાં કે અજાણતા ચાર્જરને ફોન કે સોકેટમાંથી ખોટી રીતે કાઢી નાખતા હોય છે. પહેલી નજરે આ એક સામાન્ય બાબત લાગી શકે છે, પરંતુ લાંબા સમય સુધી કરવામાં આવતી આ એક નાની અમસ્તી બેદરકારી તમારા મોંઘા ફોન, તેની ચાર્જિંગ કેબલ અને બેટરીનું આયુષ્ય ઝડપથી ઘટાડી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શું તમે પણ કરો છો આ ભૂલ?

ચાર્જિંગમાંથી ફોન કાઢતી વખતે સૌથી સામાન્ય અને જોખમી ભૂલ કેબલ (તાર) ને પકડીને ખેંચવાની છે. મોટાભાગના લોકો પ્લગ કે એડેપ્ટર પકડવાને બદલે સીધા તારને જ પકડીને ખેંચી લે છે. આવું કરવાથી કેબલની અંદર રહેલા બારીક તાંબાના તાર પર વધુ ખેંચાણ પડે છે, જેના કારણે તે અંદરથી તૂટી જાય છે. આનાથી કેબલમાં લૂઝ કનેક્શનની સમસ્યા ઊભી થાય છે અને ફોન સ્લો ચાર્જ થવા લાગે છે. આ ઉપરાંત, વારંવાર તાર ખેંચવાથી ફોનનો ચાર્જિંગ પોર્ટ (C-Type કે Lightning Port) પણી ઢીલો થઈ શકે છે, જેને રિપેર કરાવવાનો મોટો ખર્ચ તમારે ભોગવવો પડી શકે છે.

આ પણ છે મોટી ભૂલો

આ સિવાય અન્ય એક મોટી ભૂલ એ છે કે ફોનને અનપ્લગ કરતાં પહેલાં સ્વિચ ઓફ ન કરવો અથવા એડેપ્ટરને દીવાલના સોકેટમાં ચાલુ જ છોડી દેવો. ઘણા લોકો ફોનને તો ડેટા કેબલથી કાઢી લે છે, પરંતુ ચાર્જરની સ્વિચ ચાલુ જ રાખે છે. જેના કારણે એડેપ્ટરમાં સતત વીજપ્રવાહ ચાલુ રહે છે અને તે ગરમ થઈ જાય છે. આ માત્ર વીજળીનો બગાડ જ નથી, પરંતુ તેનાથી શોર્ટ સર્કિટ થવાનું કે ચાર્જર બળી જવાનું જોખમ પણ રહેલું છે. તેથી, હંમેશાં ફોન કાઢતા પહેલાં અથવા કાઢ્યાની તરત જ મેઈન સ્વિચ બંધ કરવાની ટેવ પાડવી જોઈએ.

આ પણ વાંચો :નેપાળની ત્રાાસદી જોઈને ભાવુક થયા અમિતાભ બચ્ચન, પીડિતો માટે છલકાયું દર્દ

આની સાથે જ, ફોનને કાઢતી વખતે તેને આંચકાથી ખેંચવો પણ નુકસાનકારક સાબિત થાય છે. જો તમે પિનને થોડી પણ આડી-અવળી કરીને ખેંચશો, તો ફોનનું ઇન્ટરનલ ચાર્જિંગ કનેક્ટર ડેમેજ થઈ શકે છે. ફોનને યોગ્ય રીતે અનપ્લગ કરવાનો નિયમ ખૂબ જ સરળ છે. હંમેશાં કેબલના હેડ (જે ભાગ ફોન કે એડેપ્ટર સપ્લાયમાં પ્લગ થયેલો હોય છે) ને તમારી આંગળીઓથી મજબૂતીથી પકડો અને સીધો બહારની તરફ ખેંચો. તાર પર ક્યારેય દબાણ ન નાખો.

આ પણ વાંચો :આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 વિકેટ લઈને ખેલાડીએ તોડ્યો 94 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ

Back to top button