ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મોતનું કારણ બને છે મીઠુ? ક્યાંક તમારી થાળીમાં તો સોલ્ટનું પ્રમાણ વધુ નથી ને?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દાવો કર્યો છે કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ મીઠુ છે. WHOના રિપોર્ટમાં જણાવાયું છે કે જરુરિયાતથી વધુ સંખ્યામાં મીઠું ઘણી બિમારીઓનું કારણ બની શકે છે. WHOનું લક્ષ્ય 2025 સુધી લોકોના જમવામાં 30 ટકા મીઠુ ઘટાડવાનું છે, જોકે તે થવું સરળ લાગી રહ્યુ નથી. માત્ર નવ દેશો બ્રાઝિલ, ચિલી, ચેકગણરાજ્ય, લિથુઆનિયા, મલેશિયા, મેક્સિકો, સાઉદી અરબ, સ્પેન અને ઉરુગ્વેએ જ જમવામાં મીઠુ ખાવા માટેના ખાસ નિયમો બનાવ્યા છે.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો યોગ્ય સમયે પગલા ભરવામાં નહીં આવે તો આવનારા સાત રાજ્યોમાં લગભગ લાખો લોકો તેની સાથે જોડાયેલી બિમારીથી પોતાનો જીવ ગુમાવી દેશે.

મોતનું કારણ બને છે મીઠુ? ક્યાંક તમારી થાળીમાં તો સોલ્ટનું પ્રમાણ વધુ નથી ને? hum dekhenge news

વધુ મીઠું ખાવાથી આ બિમારીઓનો ખતરો

મીઠામાં સોડિયમ હોય છે, જે શરીર માટે ખુબ જરૂરી છે. વધુ માત્રામાં તેનું સેવન હ્રદય રોગ, સ્ટ્રોક અને કિડનીના રોગનો ખતરો વધારી શકે છે. આ ઉપરાંત દુનિયાભરમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યુ છે કે લાંબા સમય સુધી સોડિયમની વધુ માત્રા લેવાથી મેદસ્વીતા, પેટનું કેન્સર અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીઓનું જોખમ વધે છે.

મીઠું કેમ જરૂરી છે?

મીઠામાં સોડિયમ અને પોટેશિયમની માત્રા વધુ હોય છે. સોડિયમ વ્યક્તિના શરીરમાં પાણીનું યોગ્ય લેવલ જાળવી રાખવાથી લઇને ઓક્સિજન અને પોષક તત્વો તમામ અંગો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ કારણે આપણી વેસ્ક્યુલર અને નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકે છે.

મોતનું કારણ બને છે મીઠુ? ક્યાંક તમારી થાળીમાં તો સોલ્ટનું પ્રમાણ વધુ નથી ને? hum dekhenge news

ભારતીયોના જમવામાં મીઠાનું પ્રમાણ વધુ

ભારતીયોમાં મીઠાનો વપરાશ વધી રહ્યો છે. આજે આપણે જે પ્રકારની ખાણીપીણી ખાઇએ છીએ તેમાં વધુ મીઠુ હોય છે. કોઇ પણ વ્યક્તિએ દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠુ ન ખાવુ જોઇએ. જોકે આખી દુનિયામાં લોકો રોજ 10.8 ગ્રામ મીઠાનું સેવન કરે છે, જે ઘાતક પરિણામો આપે છે અને કિડની, સ્ટ્રોક, હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી બિમારીઓની ભેટ આપે છે.

કેવી રીતે વધે છે શરીરમાં સોડિયમનું પ્રમાણ

ડોક્ટર્સ કહે છે કે ઘરના રેગ્યુલર ભોજનથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધતુ નથી, પરંતુ બહારના પેક્ડ ફુડ, જંક ફુડ તેના માટે જવાબદાર છે. પેક્ડ ફુડ, ફ્રોઝન અને રેડી ટુ ઇટ ફુડ્સમાં ખુબ મીઠુ હોય છે. તેથી તેને સીમિત કરવુ જરુરી છે. જો તમે પેક્ડ ફુડ ખાવ છો તો લેબલ પર સોડિયમની માત્રા ચેક કરો.

મોતનું કારણ બને છે મીઠુ? ક્યાંક તમારી થાળીમાં તો સોલ્ટનું પ્રમાણ વધુ નથી ને? hum dekhenge news

સિંઘવ મીઠુ ખાવાનો ટ્રેન્ડ વધ્યો

આજકાલ લોકોમાં આયોડિન મીઠુ ખાવાના બદલે સિંધાલૂન ખાવાનો ટ્રેન્ડ વધ્યો છે. ભારતમાં પહેલા લોકો તેનો ઉપયોગ વ્રતમાં કરતા હતા, પરંતુ હવે રોજિંદા જીવનમાં પણ લોકો તે ખાઇ રહ્યા છે. તેને રોક સોલ્ટ કહેવાય છે. તેમાં સાધારણ મીઠાની તુલનામાં વધુ મિનરલ્સ હોય છે કેમકે તેને બનાવવામાં કેમિકલ પ્રક્રિયાનો ઉપયોગ થતો નથી. તેથી તેમાં મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા તત્વો મળી આવે છે જે હાડકા, માંસપેશીઓ, પાચન અને બ્લડ પ્રેશર સાથે જોડાયેલી સમસ્યાઓને દુર રાખે છે.

આ પણ વાંચોઃ પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ

Back to top button