આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગ

અમેરિકા આતંકવાદીઓને ખુલ્લેઆમ સમર્થન આપે છે? જાણો ઇરાને યુએનમાં શું કરી મોટી જાહેરાત

  • જગત જમાદારને હટીને મારગ દેવા નથી માગતું ઇરાન… પાંચ કારણો પણ જણાવ્યા

એચડી ન્યૂઝ ડેસ્ક, 23 જુન 2025: America support to Terrorism ઇરાન અને ઇઝરાયેલના યુદ્ધમાં ઇરાનની સામે થનારા અમેરિકાને જવાબ આપવાની તૈયારી જાણે ઇરાને કરી લીધી છે. સામે પ્રહાર કરવાના મૂડમાં છે અને તેની આંતરરાષ્ટ્રીયસ્તરે શું જાહેરાત કરી? જગત જમાદાર અમેરિકાને હટીને મારગ દેવાના બદલે ઇરાન હવે લડી લેવાનું છે એ સ્પષ્ટ થઇ રહ્યું છે.

અમેરિકાએ કર્યું સાર્વભૌમત્વનું ઉલ્લંઘન

ઈરાનના રાજદૂત અમીર ઈરાવાનીએ અમેરિકા ઉપર પ્રહાર કરવાની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં આના માટે 5 કારણો પણ સૂચિબદ્ધ કર્યા છે. ઈરાવાનીના મતે, અમેરિકાએ હુમલો કરીને તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. પોતાના ભાષણમાં, ઈરાવાનીએ સુલેમાનીના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો છે.

અમેરિકાના ઇરાનના બંકર બસ્ટર બોમ્બ હુમલા બાદ જવાબ  

અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળ પર બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યા પછી, 2 પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પ્રથમ, શું ઈરાન અમેરિકા સામે બદલો લેશે અને બીજું, ઈરાન ક્યારે હુમલો કરશે? ત્યાંના સ્થાનિક માધ્યમોના અનુસાર, યુએસ હુમલા અંગે બોલાવવામાં આવેલી યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં, ઈરાવાનીએ કહ્યું કે અમેરિકા ઉપર બદલો લેવામાં આવશે.

અમેરિકા ઉપર હુમલો કરવાના કયા પાંચ કારણો?

  1. ઈરાવાનીના મતે, અમેરિકાએ શાંતિપ્રિય દેશની સાર્વભૌમત્વ પર હુમલો કર્યો છે. અમેરિકા પાસે ઈરાન પર હુમલો કરવાનું કોઈ માન્ય કારણ નહોતું. અમે પરમાણુ અપ્રસાર સંધિનું પાલન કરી રહ્યા હતા. તેમ છતાં, અમેરિકાએ અમારા પર હુમલો કર્યો.
  2. ઈરાવાનીના મતે, અમેરિકા મધ્ય પૂર્વમાં આતંકવાદીઓને ખુલ્લેઆમ સમર્થન આપે છે. અમેરિકા ગાઝા પર ઈઝરાયલી હુમલા વિશે કંઈ કહેતું નથી. અમેરિકા માનવતા વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. આખું વિશ્વ આ અંગે ચૂપ રહી શકે છે, પરંતુ ઈરાન ચૂપ રહેવાનું નથી.
  3. વિશ્વને સંબોધતા ઈરાવાનીએ કહ્યું કે પરમાણુ વાટાઘાટો અંગે 16 જૂને ઓમાનના મસ્કતમાં અમેરિકા સાથે એક બેઠક યોજાવાની હતી. આના 2 દિવસ પહેલા 13 જૂને ઈઝરાયલે અમારા પર હુમલો કર્યો. કહો, સંધિથી કોણ ભાગી રહ્યું છે?
  4. કાસિમ સુલેમાનીની હત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો. ઇરાવાની કહે છે કે સુલેમાની એક ઉચ્ચ લશ્કરી અધિકારી હતા, પરંતુ અમેરિકાએ તેમને મારી નાખ્યા. આ કેવી રીતે વાજબી છે?
  5. યુએનમાં ઈરાનના રાજદૂત ઇરાવાની કહે છે કે ઇઝરાયલ સાથેની લડાઈ છતાં આપણા વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી યુરોપિયન દેશો સાથે શાંતિ વાટાઘાટો વિશે વાત કરી રહ્યા હતા, પરંતુ અમેરિકા આ ​​સહન કરી શક્યું નહીં. તેણે આપણા ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અમે ચોક્કસપણે બદલો લઈશું.

આ દેશો ખુલ્લેઆમ ઈરાનના સમર્થનમાં  

રશિયા અને ચીન ઉપરાંત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા પણ ખુલ્લેઆમ ઈરાનના સમર્થનમાં બહાર આવ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એક નિવેદનમાં આ હુમલાને ખોટો ગણાવ્યો છે. બીજી તરફ, ઉત્તર કોરિયાએ પણ ઈરાનના સમર્થનમાં નિવેદન બહાર પાડ્યું છે.

આ પણ વાંચો : વિકસિત ભારત @ 2047: નાગરિક જ પ્રથમ પ્રાધાન્ય, જાણો ગુજરાતમાં કયા 10 પહેલુથી થશે વહીવટી સુધારણા આ પણ વાંચો : VIDEO: રવીન્દ્ર જાડેજાનો આ કેચ જોઈ દિલ ખુશ થઈ જશે, ફાઈનલમાં સૂર્યાના કેચની યાદ અપાવી દીધી

Back to top button