દિલજીત દોસાંજની અમર સિંહ ચમકીલા Emmy Awards ચૂકી ગઈ, જાણો કોણે બાજી મારી

- આ ફિલ્મને બે મુખ્ય કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી: બેસ્ટ એક્ટર અને બેસ્ટ મૂવી/મિની-સિરીઝ, પરંતુ ભારત બંનેમાં નિરાશ થયું છે
HD ન્યુઝ ડેસ્કઃ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ Emmy Awards 2025માં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલા માટે ભારતને ઘણી આશાઓ હતી. આ ફિલ્મને બે મુખ્ય કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી: બેસ્ટ એક્ટર અને બેસ્ટ મૂવી/મિની-સિરીઝ, પરંતુ ભારત બંનેમાં નિરાશ થયું છે. ફિલ્મના મુખ્ય કલાકાર દિલજીત દોસાંઝ Diljit Dosanjh શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતી શક્યા નથી.
અમર સિંહ ચમકીલા’ બહાર, આ ફિલ્મ બાજી મારી ગઈ
ભારતીય સમય મુજબ આજે સવારે ન્યુ યોર્ક શહેરમાં 53મા આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અમર સિંહ ચમકીલાએ ટીવી મૂવી/મિની-સિરીઝ કેટેગરીમાં મજબૂત દાવેદારો સામે સ્પર્ધા કરી હતી, જેમાં જર્મનીની હેરહ્યુસેન: ધ બેંકર એન્ડ ધ બોમ્બ, બ્રિટિશ ફિલ્મ લોસ્ટ બોયઝ એન્ડ ફેરીઝ અને ચિલીની વેન્સર ઓ મોરિરનો સમાવેશ થાય છે.
આ વર્ષનો એમી એવોર્ડ બ્રિટિશ ડ્રામા ફિલ્મ લોસ્ટ બોયઝ એન્ડ ફેરીઝને મળ્યો હતો, જે એક ગે દંપતીની બાળકને દત્તક લેવાની ભાવનાત્મક સફર પર આધારિત છે.
View this post on Instagram
દિલજીત દોસાંઝે બેસ્ટ એક્ટરનો એવોર્ડ ગુમાવ્યો
શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં ભારત તરફથી દિલજીત દોસાંઝને મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. સ્પેનિશ અભિનેતા ઓરિઓલ પ્લાને આ વર્ષે એમી એવોર્ડ સન્માન મળ્યું હતું.
દિલજીત અને ઈમ્તિયાઝ રેડ કાર્પેટ પર
દિલજીત દોસાંઝ અને ઇમ્તિયાઝ અલીએ એમી એવોર્ડ્સના રેડ કાર્પેટની શોભા વધારી હતી. દિલજીતે તેના સિગ્નેચર નમસ્તે સાથે ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું. તેની સાથે નેટફ્લિક્સ ઈન્ડિયા ટીમ પણ હતી, જેમાં વાઇસ પ્રેસિડેન્ટ (કન્ટેન્ટ) મોનિકા શેરગિલ અને ડિરેક્ટર (ઓરિજિનલ ફિલ્મ્સ) રુચિકા કપૂર શેખનો સમાવેશ થાય છે.
ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ વિશે
નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મ 80ના દાયકાના પ્રખ્યાત પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની સત્તાવાર બાયોપિક છે, જેમની તે સમયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ફિલ્મમાં દિલજીત દોસાંઝે ચમકીલાની ભૂમિકા ભજવી હતી, જ્યારે પરિણીતી ચોપરાએ તેમની પત્ની અને સંગીત સહયોગી અમરજોત કૌરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને અભિનય, દિગ્દર્શન અને એ. આર. રહેમાનના સંગીત માટે વિવેચકોની પ્રશંસા મળી હતી.
આ પણ વાંચોઃ સેલિના જેટલીએ પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો, માંગ્યા 50 કરોડ અને બાળકોની કસ્ટડી












