ટ્રેન્ડિંગમનોરંજન

સેલિના જેટલીએ પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો, માંગ્યા 50 કરોડ અને બાળકોની કસ્ટડી

  • સેલિનાએ મુંબઈની ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ઘરેલુ હિંસા, ક્રૂરતા અને શોષણની અરજી દાખલ કરી છે

HD ન્યુઝ ડેસ્કઃ ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી Bollywood Actress અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સેલિના જેટલી Celina Jaitley એ તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હોગ પર ઘરેલુ હિંસાના ગંભીર આરોપો લગાવ્યા છે. સેલિનાએ મુંબઈની ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ઘરેલુ હિંસા, ક્રૂરતા અને શોષણની અરજી દાખલ કરી છે. અભિનેત્રીનો આરોપ છે કે તેના પતિના વર્તન અને પ્રતિબંધોને કારણે તેને ઘણા વર્ષો સુધી કામ મળ્યું ન હતું, જેના કારણે તેની આવકમાં ભારે નુકસાન થયું હતું. આ કારણે તેણે કોર્ટ પાસેથી 50 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

સેલિનાએ બાળકોની કસ્ટડી માંગી

આ અરજી 21 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવી હતી, જેના પગલે કોર્ટે ઓસ્ટ્રિયન ઉદ્યોગસાહસિક અને હોટેલિયર પીટરને નોટિસ જારી કરી હતી.

પોતાની અરજીમાં 47 વર્ષીય સેલિનાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ પીટર હોગ એક નાર્સિસિસ્ટ છે અને તે તેના અથવા તેમના બાળકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ બતાવતો નથી. અભિનેત્રીનો આરોપ છે કે તેની પર લાંબા સમય સુધી ભાવનાત્મક, શારીરિક, જાતીય અને મૌખિક હિંસા કરવામાં આવી છે, જેના કારણે તેને ઓસ્ટ્રિયા છોડીને ભારત પાછા ફરવાની ફરજ પડી છે.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial)

સેલિનાએ માસિક ₹10 લાખનું ભરણપોષણ, હોગના મુંબઈના ઘરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને તેમના ત્રણ બાળકોની કસ્ટડી માંગી છે, જેઓ હાલમાં ઓસ્ટ્રિયામાં તેમના પિતા સાથે રહે છે.

સેલિનાની આર્થિક સ્વતંત્રતા છીનવી લેવાઈ

અભિનેત્રીનો દાવો છે કે હોગે તેના બાળકોના જન્મ પછી તેને કામ કરતા અટકાવી હતી અને તેની કારકિર્દી જાણી જોઈને ખતમ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તે ફક્ત હોગ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સ પર જ કામ કરી શકતી હતી, જે બાબત તેની નાણાકીય સ્વતંત્રતા અને ગૌરવ બંનેને અસર કરતી હતી.

આ પણ વાંચોઃ વર્ષનો છેલ્લો વીકેન્ડ ગોવામાં વીતાવો, આ છ જગ્યાઓની રોનક જોઈને રહેશો દંગ

Back to top button