અર્શદીપ સિંહે રચ્યો નવો રેકોર્ડ, વનડે રેન્કિંગમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું
Arshdeep singh : ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ODI રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મોટો ફાયદો થયો છે. અર્શદીપે 12 સ્થાનની લાંબી છલાંગ લગાવીને બોલરોની યાદીમાં સંયુક્ત રીતે 19મું સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શનના કારણે તેને રેન્કિંગમાં આ ઉછાળો મળ્યો છે. બીજી તરફ અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન હજુ પણ પ્રથમ સ્થાને યથાવત છે.
આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરીએ પણ 15 સ્થાનનો સુધારો કરીને સંયુક્ત રીતે 12મું સ્થાન મેળવ્યું છે. જ્યારે તેના સાથી ખેલાડી કાયલ જેમિસને 15 સ્થાનની છલાંગ લગાવીને 45મું સ્થાન હાંસલ કર્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટોમ બેન્ટને લગાવી 34 સ્થાનની છલાંગ
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે મેચમાં ટોમ બેન્ટને શાનદાર સદી ફટકારી હતી, જેનો તેને ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. એડિલેડમાં રમાયેલી આ મેચમાં તેણે 99 બોલમાં 121 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ તેની વનડે કારકિર્દીની બીજી સદી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે બેટ્સમેનોની રેન્કિંગમાં તેણે 34 સ્થાનની લાંબી છલાંગ લગાવીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 13મા સ્થાને પહોંચવામાં સફળતા મેળવી છે. તેની સદીની મદદથી ઇંગ્લેન્ડે આ મેચ જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટે પણ અડધી સદી ફટકાર્યા બાદ રેન્કિંગમાં બે સ્થાનનો સુધારો કર્યો છે. હવે તે નવમા સ્થાને પહોંચી ગયો છે.
જોફ્રા આર્ચર પણ સાતમા સ્થાને પહોંચ્યો
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ICC વનડે બોલરોની ટોપ-10 રેન્કિંગમાં શાનદાર વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની બંને મેચમાં સારી બોલિંગ કરીને વિકેટ ઝડપવાનો તેને ફાયદો મળ્યો છે. આર્ચરે ચાર સ્થાનની છલાંગ લગાવીને સીધું સાતમું સ્થાન મેળવ્યું છે. હવે ત્રીજી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરીને પોતાની રેન્કિંગમાં વધુ સુધારો કરવાનો તેનો પ્રયાસ રહેશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચો:2032થી 2035 વચ્ચે ભારતને મળી શકે ICC ટૂર્નામેન્ટની યજમાની
અર્શદીપ સિંહને મળ્યો હતો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વનડે મેચમાં અર્શદીપ સિંહે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોલિંગમાં તેણે 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બેટિંગ દરમિયાન પણ તેણે માત્ર ચાર બોલમાં બે છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. તેના આ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે આ સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી.












