ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હા હું પાકિસ્તાની સૈન્યનો એજન્ટ હતોઃ શું આતંકી તહવ્વુર રાણાએ કર્યો એકરાર? જાણો બીજા શું ખુલાસા થયા

મુંબઈ, 7 જુલાઈ, 2025ઃ terrorist Tahawwur Rana 2008માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું સમજાય છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનના ષડયંત્રમાં સામેલ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા કર્યા હોવાનું માનવામાં આવે છે. રાણાએ જણાવ્યું કે તે પાકિસ્તાન સૈન્યનો એજન્ટ હતો અને ગલ્ફ યુદ્ધ દરમિયાન તેને સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યો હતો. તેણે એ પણ ખુલાસો કર્યો હોવાનું કહેવાય છે કે, લશ્કર-એ-તોયબા (LeT), મૂળરૂપે જાસૂસી નેટવર્ક તરીકે રચાયું હતું.

તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી હતો, જે 26/11 હુમલા માટે મુંબઈમાં જાસૂસી કરવા માટે જવાબદાર હતો. રાણાએ હેડલીને મુંબઈમાં તેની ઇમિગ્રેશન સર્વિસ ફર્મની ઓફિસ ખોલવાની મંજૂરી આપી હતી, જેનો ઉપયોગ હેડલીએ રેકી (જાસૂસી) માટે કવર તરીકે કર્યો હતો. હેડલીએ મુંબઈના મહત્વનાં સ્થળો જેવા કે તાજ હોટેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, નરીમન હાઉસ અને અન્ય સ્થળોના વિડિયો રેકોર્ડિંગ કર્યા હતા. આ રેકોર્ડિંગ્સ પાકિસ્તાનમાં તેના હેન્ડલર્સને મોકલવામાં આવ્યા હતા, જેના આધારે હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં રાણાએ સ્વીકાર્યું કે 26/11ના હુમલા દરમિયાન તે મુંબઈમાં હાજર હતો. આ હુમલામાં લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓએ શહેરના વિવિધ સ્થળો પર હુમલો કર્યો હતો, જેમાં 166 લોકો માર્યા ગયા હતા અને 238થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાણાએ એ પણ કબૂલ્યું હોવાનું મનાય છે કે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ની આ હુમલામાં સીધી સંડોવણી હતી.

પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક 64 વર્ષીય તહવ્વુર રાણાને એપ્રિલ 2025માં અમેરિકાથી ભારતમાં પ્રત્યર્પણ કરવામાં આવ્યો હતો. અમેરિકન સુપ્રીમ કોર્ટે તેની પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી ફગાવી દીધી હતી, જેના પછી તેને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. હાલમાં તે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કસ્ટડીમાં છે, જ્યાં તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ કેદારનાથ યાત્રા રોકવામાં આવી, ભારે વરસાદના કારણે લેવાયો મોટો નિર્ણય

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button