ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ડાયમંડ સિટી બન્યું બીચ સિટી: સુરતમાં મુશળધાર વરસાદથી તમામ સરકારી સ્કૂલોમાં રજા જાહેર

સુરત, 24 જૂન, 2025: સુરતમાં રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 4 વાગ્યાથી 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ ચાર વરસાદ ખાબક્યો હતો. તો 6ઃ00 વાગ્યાથી 8ઃ00 વાગ્યા સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે.

સુરતમાં સોમવારે પડેલા અનરાધાર વરસાદને કારણે મિની પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. જેના કારણે સુરત પાલિકા સંચાલિત તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે અચાનક જાહેર થયેલી રજા બાદ વિદ્યાર્થીઓને સ્કૂલેથી ઘરે લઈ જવા અફરાતફરીનો માહોલ થયો હતો.

Back to top button