જાપાનમાં બોક્સ ઓફિસ પર આદિત્ય ધરની ‘ધુરંધર’ ફ્લોપ, ઓપનિંગ ડે પર માત્ર આટલા જ લોકોએ ખરીદી ટિકિટ
Dhurandhar Japan Box Office Collection: ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીના અનેક રેકોર્ડ તોડનારી ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ જાપાનના બજારમાં ધબડકો સાબિત થઈ છે. ભારતમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કરનારી આ એક્શન ફિલ્મ જાપાનના દર્શકોને આકર્ષવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. નિર્માતાઓની મજબૂત ઓપનિંગની તમામ ગણતરીઓ અહીં ઊંધી વળી ગઈ છે.
પ્રમોશન છતાં દર્શકો ન મળ્યા
ફિલ્મ ‘ધુરંધર’ 10 જુલાઈના રોજ જાપાનભરમાં આશરે 80 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ભારતમાં મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ મેકર્સને આશા હતી કે જાપાનમાં પણ ફિલ્મનો જાદુ ચાલશે. જોકે, ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, આટલા મોટા પાયે પ્રમોશન કરવા છતાં પહેલા દિવસે માત્ર 900 દર્શકો જ થિયેટર સુધી પહોંચ્યા હતા. પરિણામે, આ ફિલ્મ જાપાનમાં ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી નબળી ઓપનિંગ મેળવનારી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘પુષ્પા 2’ પણ જાપાનમાં રહી નિષ્ફળ
જાપાનના માર્કેટમાં અગાઉ રજૂ થયેલી ભારતીય ફિલ્મોમાં માત્ર ‘RRR’ અને ‘સાહો’ જ શાનદાર ઓપનિંગ મેળવી શકી હતી. થોડા મહિના પહેલા રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2’ પણ ત્યાં ફ્લોપ સાબિત થઈ હતી. અલ્લુ અર્જુન પોતે પરિવાર સાથે પ્રીમિયર માટે જાપાન ગયો હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી ન કરી શકી.
ફ્રેન્ચાઇઝીનું ભારતમાં 3000 કરોડનું કલેક્શન
જાપાનમાં ભલે ફિલ્મ ન ચાલી, પરંતુ ભારતમાં રણવીર સિંહ સ્ટારર આ ફ્રેન્ચાઇઝીએ ઇતિહાસ રચ્યો છે. આ સીરીઝની બંને ફિલ્મોએ મળીને કુલ ₹3000 કરોડથી વધુની કમાણી કરી છે. ટ્રેકિંગ વેબસાઇટ સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલા પ્રથમ ભાગ ‘ધુરંધર’નું કુલ કલેક્શન ₹1307.35 કરોડ રહ્યું હતું. જ્યારે 19 માર્ચ, 2025ના રોજ રિલીઝ થયેલા બીજા ભાગ ‘ધુરંધર: ધ રીવેન્જ’ એ બોક્સ ઓફિસ પર ₹1813.39 કરોડની ઐતિહાસિક કમાણી કરી હતી.
આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર ‘ધમાલ 4’ નો ધમાકો: રવિવારે જબરદસ્ત કમાણી સાથે 3 દિવસમાં ₹56.45 કરોડનો આંકડો પાર












