મહારાષ્ટ્રના ભાષા વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસે તોડી ચુપ્પીઃ કહ્યું- ‘મરાઠીના નામે ગુંડાગીરી…’
મહારાષ્ટ્રઃ 4 જુલાઈ, 2025: Devendra Fadnavis Statement on Language Row: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં મરાઠી ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પહેલીવાર ટિપ્પણી કરી છે. તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે, મરાઠીના નામે ગુંડાગીરી સહન નહીં કરવામાં આવે.
મરાઠીનું સન્માન કરવું જોઈએ
આ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ’મરાઠીનું સન્માન કરવું જોઈએ, પરંતુ કોઈને માર મારવો તે સહન નહીં કરવામાં આવે.’
નોંધનીય છે કે, મરાઠી ન બોલવાના કારણે એમએનએસના કાર્યકર્તાઓએ દુકાનદારને લાફા ઝીંકી દીધા હતા. ફડણવીસ પોતાની ટિપ્પણીમાં આ વાતનો ઉલ્લેખ કરી તેની ટીકા કરી રહ્યા હતા.
શું કહ્યું મુખ્યમંત્રીએ?
ફડણવીસે કહ્યું કે, ‘મારપીટ કરવું ખોટું છે. મુંબઈમાં મરાઠી બોલાવી જોઈએ, પરંતુ જો કોઈને મરાઠી નથી આવડતી, તો તેને માર મારવો એ સહન નહીં કરવામાં આવે. આપણા મરાઠી બંધુઓ અનેક જગ્યાએ વેપાર કરે છે, જો તેમની સાથે પણ મરાઠી ભાષાને લઈને કોઈ આવો વેપાર કરવામાં આવશે તો? મરાઠીને લઈને અભિમાન ખોટું છે, પરંતુ ગુંડાગીરી સહન નહીં કરીએ. જે પ્રકારની ઘટના બની છે, તેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળ પણ કરવામાં આવશે.’
લોકોને અપીલ કરી શકીએ, જબરદસ્તી નહીઃ ફડણવીસ
આ વિશે વધુ વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘મને નવાઈ લાગે છે કે, લોકો અંગ્રેજી ભેટે છે અને હિન્દી પર વિવાદ કરે છે. જો કોઈ મરાઠી વ્યક્તિ આસામમાં કામ કરે છે અને તેને આસામી નથી આવડતી, તો શું તેને માર મારવામાં આવશે? મરાઠીને લઈને અભિમાન છે, તો મરાઠી શીખવાડો, લોકોને મરાઠી બોલવા માટે પ્રેરિત કરો, બાળકોને મરાઠી ભણાવો. અમે લોકોને મરાઠી બોલવાની અપીલ કરી શકીએ, જબરદસ્તી નહીં.’
આ પણ વાંચોઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ કાર કેટલા વર્ષ સુધી ચલાવી શકાય છે? આ રહ્યો જવાબ
આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોના વળતર અંગેના આરોપો વિશે એર ઈન્ડિયાએ આપ્યો જવાબ












