ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ધર્મેન્દ્ર પ્રધાન બાદ દેવેન્દ્ર ફડણવીસ બનશે દેશના નવા શિક્ષણ મંત્રી? સંજય રાઉતનો મોટો દાવો

નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે નવા શિક્ષણ મંત્રી કોણ બનશે તે અંગે રાજકીય અટકળો તેજ બની છે. આ દરમિયાન શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મોટો દાવો કરતાં કહ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને તેઓ દેશના આગામી શિક્ષણ મંત્રી બની શકે છે. જોકે, આ દાવાની કેન્દ્ર સરકાર અથવા ભાજપ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ફડણવીસને દિલ્હી બોલાવાયા હોવાનો દાવો

સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મને લાગે છે કે ધર્મેન્દ્ર પ્રધાનના સ્થાને દેવેન્દ્ર ફડણવીસને જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.” તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

12 વર્ષ પછી લોકશાહીને ઓક્સિજન મળ્યો

સંજય રાઉતે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લોકશાહીની જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષથી દેશનું લોકતંત્ર ICUમાં હતું અને હવે તેને ઓક્સિજન મળ્યો છે. તેમના મતે વિદ્યાર્થીઓ અને યુવાનોના લાંબા સંઘર્ષ બાદ સરકારને ઝુકવું પડ્યું છે.

દેશભરના યુવાનોના આંદોલનનો ઉલ્લેખ

રાઉતે કહ્યું કે દિલ્હી ઉપરાંત લખનૌ, પટણા અને કોલકાતા સહિત અનેક શહેરોમાં યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. આંદોલન દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ પોલીસ કાર્યવાહીનો સામનો કર્યો હતો. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ સમગ્ર આંદોલનની મુખ્ય માંગ હતી, જે હવે પૂર્ણ થઈ છે.

મુંબઈમાં હવે ‘લોકશાહી જીવંત છે’ રેલી

સંજય રાઉતે જણાવ્યું કે મુંબઈમાં યોજાનારી રેલી મૂળ જંતર-મંતર પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે હતી. પરંતુ હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ રેલી લોકશાહી જીવંત છે એવા સંદેશ સાથે કાઢવામાં આવશે.

સત્તાવાર જાહેરાતની રાહ

સંજય રાઉતના દાવા છતાં હજુ સુધી કેન્દ્ર સરકાર કે ભાજપે નવા શિક્ષણ મંત્રી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. દેવેન્દ્ર ફડણવીસને આ જવાબદારી સોંપાશે કે અન્ય કોઈ નેતાને તક મળશે, તે અંગે સ્પષ્ટતા આગામી દિવસોમાં થઈ શકે છે.

આ પણ વાંચોઃ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિપક્ષનો સરકાર પર હુમલો, કહ્યું- આ તો શરૂઆત છે, મોદી-શાહનો પણ વારો આવશે
Back to top button