ગુજરાતમાં મેઘરાજાની વિદાયમાં વિલંબ, જાણો હવામાન વિભાગની વરસાદની આગાહી

- આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે
- અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળે તેવી સંભાવના
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આ અઠવાડિયે ફરી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના
આ સિવાય 8થી 13 તારીખ સુધીમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી ત્રણથી ચાર દિવસ બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જોકે, અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદના કારણે ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આવનારા ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે
આવનારા ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. પરંતુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાવાથી થોડા દિવસ વરસાદી માહોલ રહેશે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગુ છે, જેના કારણે દરિયાકાંઠાના લોકો અને માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. જોકે, ત્રણથી ચાર દિવસમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે છે.
આ પણ વાંચો: બોલો…! શો-રૂમમાંથી ચોર રૂ. 2400ના અંડરવેર ચોરી ગયા












