નેશનલ

સેવાથી કંટાળેલી વહુએ કુકરના 14 ઘા જીકી સાસુને પતાવી દીધી

દિલ્હીઃ  નેબ સરાય વિસ્તારમાં એક મહિલા પર તેની સાસુને કૂકર વડે હત્યા કરવાનો આરોપ લાગ્યો છે . આરોપી મહિલા વૃદ્ધની દેખભાળથી પરેશાન હતી અને તેને પસંદ ન હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે. ઘટના 28 એપ્રિલની જણાવવામાં આવી રહી છે.

માતા ઘરના રસોડામાં બેભાન પડી હતીઃ

દક્ષિણ દિલ્હીના ડીસીપી ચંદન ચૌધરીના જણાવ્યા અનુસાર, 86 વર્ષીય હાશી સોમ નેબ સરાઈ વિસ્તારમાં એકલા રહેતા હતા. હાશી સોમનો 51 વર્ષનો પુત્ર સુરજીત સોમ તેના જ એપાર્ટમેન્ટમાં તેની સામેના ફ્લેટમાં તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્રી છે. પરિવાર મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાનો છે. 7 મેની રાત્રે સુરજીત સોમે પોલીસને જાણ કરી હતી કે તેની માતા તેના ઘરના રસોડામાં પડી હતી. પડી જવાને કારણે તેણીને ગંભીર ઈજાઓ થઈ છે અને તે બેભાન થઈ ગઈ છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં વૃદ્ધ રસોડામાં બેભાન અવસ્થામાં પડેલી હતી અને તેના ચહેરા અને માથા પર અનેક ઘાના નિશાન હતા. બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

લાંબા સમયથી આર્થરાઈટિસથી પીડિતઃ

સોમે પોલીસને જણાવ્યું કે તેની માતા કોલકાતામાં એકલી રહેતી હતી. તે લાંબા સમયથી આર્થરાઈટિસથી પીડિત હતી. જેના કારણે તેને ચાલવામાં તકલીફ પડતી હતી. આવી સ્થિતિમાં સુરજીત માર્ચ 2022માં તેની માતાને તેની સંભાળ માટે દિલ્હી લાવ્યો હતો. સુરજીતે તેના ઘરની સામે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો અને તેમાં તેની માતાને રાખી હતી. આ સાથે માતાના ફ્લેટમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેથી તે પોતાના મોબાઈલ પર માતાની આખા દિવસની એક્ટિવિટી જોતો હતો.

પોલીસે મહિલાની કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરી:

પોલીસ તપાસમાં મહિલાના રૂમમાં લાગેલા સીસીટીવીમાં હત્યાના દિવસના કોઈ ફૂટેજ ન હોવાનું બહાર આવ્યું છે. પરંતુ સુરજીતે જણાવ્યું કે એપાર્ટમેન્ટમાં વીજળી ન હોવાને કારણે સીસીટીવી બંધ થઈ ગયો હતો અને તેણે સિક્યોરિટી ગાર્ડને તેના વિશે પૂછ્યું હતું. તપાસ દરમિયાન વૃદ્ધ મહિલાની પૌત્રીએ પોલીસને જણાવ્યું કે તેની માતા અને દાદી વચ્ચે ઝઘડો થતો હતો.  દિકરાએ જણાવ્યું કે તેની પત્ની માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગતી હતી. પરંતુ તે તેની વિરુદ્ધ હતો અને માતાને પોતાની સાથે રાખવા માંગતો હતો. વૃદ્ધ મહિલાના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસમાં પોલીસને આરોપી મહિલા વૃદ્ધાના ફ્લેટમાં આવતી હોવાનું રેકોર્ડિંગ મળ્યું હતું, જે બાદ પોલીસે મહિલાની કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરી હતી. મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ઈજાના 14 નિશાન જોવા મળ્યા હતા. મહિલાના પતિએ પોલીસને સીસીટીવી પણ સોંપ્યા હતા, જેમાં તેની પત્ની આવતી-જતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ મનીષ સિસોદિયાને ન મળી રાહત, કોર્ટે 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડી વધારી

 

Back to top button