ટ્રેન્ડિંગનેશનલ

ક્રુરતાની તમામ હદ વટાવીઃ દિલ્હી અને કોલકાતાની ઘટનાઓ કરતાં વધુ ક્રુર ગેંગરેપથી દેશ હચમચી ઊઠ્યો

મધ્યપ્રદેશ, 27 મે 2025: ખંડવા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. આદિવાસી વિસ્તાર ખલવાના એક ગામમાં 45 વર્ષીય મહિલા પર નિર્દયતાથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, બે બદમાશોએ પહેલા મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો અને પછી તેના ગુપ્ત ભાગોમાં લોખંડનો સળિયો અથવા અન્ય કોઈ વસ્તુ દાખલ કરી અને તેનું ગર્ભાશય બહાર કાઢ્યું. પીડિતનું ઘટનાસ્થળે જ વેદનાથી મૃત્યુ થયું છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક આદિવાસી મહિલા પર થયેલા ગેંગરેપની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પછી, એક આરોપીએ મહિલાના શરીરમાં પોતાનો હાથ ઘુસાડ્યો, જેના કારણે તેના આંતરડા બહાર નીકળી ગયા અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના શુક્રવારે 23 મે રાત્રે જિલ્લાથી 90 કિમી દૂર રોશની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. 24 મે શનિવારે બપોરે લગભગ 2.30 વાગ્યે મહિલાનું મૃત્યુ થયું. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજી) સિદ્ધાર્થ બહુગુણા અને તપાસ અધિકારી અને કાલવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર જગદીશ સિંધિયાએ જણાવ્યું હતું કે બે આરોપીઓનિ ધરપકડ કરવામાં આવી છે

મહિલા પર જાતીય હુમલો કર્યા પછી, હરિએ તેના શરીરમાં પોતાનો હાથ દાખલ કર્યો, જેના કારણે તેના આંતરડા બહાર નીકળી ગયા. આરોપીએ આંતરડા પાછું નાખવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે મહિલાના ગર્ભાશયને કોઈ નુકસાન થયું નથી. હાલમાં પોસ્ટમોર્ટમના પ્રારંભિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

પોલીસને ગુનાના સ્થળેથી કોઈ લોખંડ કે લાકડાના સળિયા મળ્યા નથી, જોકે, પોલીસ ગુનાના સ્થળે ખાટલામાંથી લોહીથી ખરડાયેલ ‘બેડ રોલ’ કબજે કરવા માટે આરોપીને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 66 (મૃત્યુનું કારણ), 70(1) (સામૂહિક બળાત્કાર) અને 103(1) (હત્યા માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતા અને બંને આરોપીઓ કોરકુ આદિવાસી સમુદાયના છે.

આ હૃદયદ્રાવક ઘટનાને કારણે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ ઘટનાને માનવતા માટે શરમજનક ગણાવી અને તેની સરખામણી 2012માં દિલ્હીમાં થયેલી નિર્ભયા ઘટના સાથે કરી. મંદસૌરના ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજને સોશિયલ મીડિયા પર લખ્યું, “આ આદિવાસી નિર્ભયા જેવો જ કેસ છે. સરકારનું મૌન શરમજનક છે.” જાહેર અને સામાજિક સંગઠનોએ પણ આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે. રાજ્યમાં આદિવાસી મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો..ગિફ્ટ્સ લાવી છું, કહીને આદિત્ય રૉય કપૂરના ઘરમાં મહિલા જબરજસ્તી ઘૂસી

Back to top button