ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વેસ્ટ ઇન્ડીઝ સામે મેદાનમાં ઉતરતા પહેલાં ગિલને ઈજા, મેચ રમશે કે નહીં?

Shubman Gill : વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી વનડે શ્રેણી પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમની છાવણીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. શુક્રવાર (25 સપ્ટેમ્બર) સાંજે પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને મોહમ્મદ સિરાજનો એક બોલ જમણી કોણી પર વાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. બોલ વાગ્યા બાદ તેમને તાત્કાલિક નેટ્સમાંથી બહાર લઈ જવાયા હતા અને કોણી પર પાટો બાંધવામાં આવ્યો હતો. ગિલ (Shubman Gill) અડધા કલાકથી વધુ સમય સુધી મેદાનથી દૂર રહ્યા હતા અને ત્યારબાદ તેમણે ફરી બેટિંગ પ્રેક્ટિસ કરી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રથમ વનડે રમવા અંગે શંકા

ગિલને કોણીમાં ઈજા થતાં જ એવા સવાલો ઊભા થયા હતા કે શું તેઓ 27 સપ્ટેમ્બરે યોજાનારી પ્રથમ વનડે મેચમાં રમી શકશે કે નહીં. અહેવાલ અનુસાર, ઈજા બાદ ગિલે બેટિંગ ભલે ન કરી હોય, પરંતુ તેઓ મેદાન પર સાથી ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા અને તેમના હાથ પર કોઈ આઈસ પેક પણ નહોતો.

કેપ્ટન તરીકે રમવાની પૂરી શક્યતા

પ્રાથમિક સંકેતો સ્પષ્ટ કરે છે કે ઈજા ગંભીર નથી અને તેઓ પ્રથમ મેચમાં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. 2026માં વનડે ક્રિકેટમાં ગિલ ભારત તરફથી સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. તેમણે આ વર્ષે 9 મેચની 8 ઇનિંગ્સમાં 93.50 ની શાનદાર સરેરાશથી 561 રન ફટકાર્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે.

 આ પણ વાંચો:એશિયન ગેમ્સ 2026: પાકિસ્તાનની નજર ગોલ્ડ પર, ભારત સામેની મેચ અંગે કેપ્ટન ફરહાને શું કહ્યું?

રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સાથે પ્રેક્ટિસ સેશન

કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયા તેના થોડા સમય પૂર્વે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નેટ્સમાં સાથે બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. બંને દિગ્ગજોએ આશરે 20 મિનિટ સુધી સાથે બેટિંગ કરી ભારતીય બોલરો તેમજ સ્થાનિક નેટ બોલર્સ સામે આસાનીથી આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. અફઘાનિસ્તાન સામેની અગાઉની હોમ સિરીઝમાંથી બહાર રહ્યા બાદ વિરાટ કોહલી ઉત્તમ લયમાં જોવા મળ્યા હતા. બીજી તરફ, રોહિત શર્માએ પોતાની છેલ્લી વનડેમાં લોર્ડ્સ ખાતે શાનદાર સદી ફટકારી હતી અને તેઓ એ જ વિજયી ફોર્મ વેસ્ટ ઈન્ડિઝ સામે જાળવી રાખવા ઉત્સુક છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ (Squad)

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, નમન ધીર, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ અને ઔકિબ નબી.

 આ પણ વાંચો:શી જિનપિંગ સાથે મુલાકાત બાદ ટ્રમ્પનું AI પર મોટું નિવેદન

Back to top button