અમદાવાદના છારોડી તળાવ પાસે ક્રેન ચાલકે અકસ્માત સર્જ્યો, 3-4 વાહનોને ટક્કર

અમદાવાદ 13 ઓગસ્ટ 2025: અમદાવાદના છારોડી તળાવ નજીક તૃપ્તિ આકૃતિ ગ્રીન્સ પાસે એક ક્રેન ચાલકે બેફામ રીતે વાહન ચલાવીને મોટો અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ક્રેન ચાલકે 3 થી 4 વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ક્રેન ચાલકની બેદરકારી અને ઝડપને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ક્રેન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક અને સલામતીના મુદ્દાઓ પર ચર્ચા જગાવી છે. પોલીસે રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી છે.
આ પણ વાંચો: BZ ગ્રુપ સ્કીમ કેસ: ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર સુનવણી વકીલે આપી આ ખાતરી?












