
નવી દિલ્હી, 5 જુલાઇ, 2025: તાંબાની વધી રહેલી માંગને પરિપૂર્ણ કરવા માટે શુક્રવારે કોપર વિઝન ડોક્યુમેન્ટ કેન્દ્રિય મંત્રી કિશન રેડ્ડી દ્વારા જારી કરવામાં આવ્યો હતો. એક સત્તાવાર નિવેદન અનુસાર દસ્તાવેજમં 2047 સુધી તાંબાના માંગમાં છ ગણી વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.
ઉપરાંત, 2030 સુધીમાં વાર્ષિક 5 મિલિયન ટન સ્મેલ્ટિંગ અને રિફાઇનિંગ ક્ષમતા ઉમેરવાની યોજના રજૂ કરવામાં આવી છે.
આયાત પર નિર્ભરતા ઘટાડવાનો ઉદ્દેશ
તેનો ઉદ્દેશ્ય ગૌણ રિફાઇનીંગને પ્રોત્સાહન આપીને, સ્થાનિક રિસાયક્લિંગને મજબૂત બનાવીને અને વૈશ્વિક ભાગીદારી દ્વારા વિદેશી ખનિજ સંપત્તિને સુરક્ષિત કરીને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે. મંત્રીએ કહ્યું કે આ દસ્તાવેજ કાચા માલની સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના પૂરી પાડે છે.
આ દસ્તાવેજ કોપર ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ પગલું છે
રેડ્ડીએ હૈદરાબાદમાં આયોજિત “સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સિબલ માઇનીંગ થ્રુ બેસ્ટ માઇન ક્લોઝર પ્રેક્ટિસીઝ” પરિષદમાં આ દસ્તાવેજ લોન્ચ કર્યો. મંત્રીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ વિઝનને અનુરૂપ, આ દસ્તાવેજ દેશ માટે ટકાઉ, સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર કોપર ઇકોસિસ્ટમ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચોઃ અલ્ટ્રાટેક પર પ્રતિસ્પર્ધાના નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ, સીસીઆઇએ માંગ્યા નાણાંકીય દસ્તાવેજો












