કોંગ્રેસ પ્રવક્તા ડો. અમિત નાયકને કેટલા વર્ષ માટે પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ?

અમદાવાદ 23 જૂન 2025: ગુજરાત કોંગ્રેસમાં આંતરિક શિસ્તનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. અમિત નાયકને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિઓ અને શિસ્તભંગના આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ડો. નાયક પર પાર્ટીની શિસ્ત સમિતિએ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમાં પક્ષની છબી બગાડવાનો પ્રયાસ, દલિત સમાજ વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરતી ઓડિયો ક્લિપ વાયરલ થવા અને પાર્ટીમાં પૈસાની તોડ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે.


પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આધારે કોંગ્રેસે જણાવ્યું કે, આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને શિસ્ત ભંગ કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં.
આ પગલાંના અનુસંધાનમાં હવે ડો. અમિત નાયક આગામી છ વર્ષ સુધી કોંગ્રેસની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. પાર્ટી સંચાલનમાં નિયમશૃંખલાની સાથો-સાથ આચારસંહિતાનું પાલન જરૂરી હોવાનું કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે.
આ પણ વાંચો: ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાએ, પત્રકાર પરિષદમાં કરી આ મોટી વાત












