‘કડક પગલાં લેવા…’ વડાપ્રધાન મોદી-જિનપિંગની મુલાકાત પર કોંગ્રેસના પ્રહાર

નવી દિલ્હીઃ 31 ઓગસ્ટ, 2025: PM Modi China Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે, ‘ચીનના સતત તણાવપૂર્ણ પગલાં છતાં, વડાપ્રધાન મોદી ચીન સામે મજબૂત રીતે ઊભા રહ્યા નહીં.
કોંગ્રેસનો આરોપ
તિઆનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત પર કટાક્ષ કરતા કોંગ્રેસે લખ્યું કે, ચીને ગાલવાન ખીણમાં આપણા 20 બહાદુર સૈનિકોને મારી નાખ્યા. ઓપરેશન સિંદૂર દરમિયાન, ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપી રહ્યું હતું. ચીને પાકિસ્તાનને લાઈવ અપડેટ્સ આપ્યા. નરેન્દ્ર મોદીએ ચીનના આ નાપાક કૃત્યો સામે કડક કાર્યવાહી કરી અને હસતાં હસતાં ચીનના પ્રમુખ જિનપિંગ સાથે હાથ મિલાવ્યો.
વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર
જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે, તેમણે ચીનથી ડરે છે અને તેની આક્રમકતાનો યોગ્ય રીતે સામનો કરી શકતા નથી.
આ પહેલાં પણ ઉઠાવ્યા હતા સવાલ
રાહુલ ગાંધીએ પહલાં પણ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ચીને કથિત રીતે 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન પર કબજો કર્યો છે, પરંતુ સરકાર મૌન છે.
કોંગ્રેસે આ પરિસ્થિતિને 1962ના ભારત-ચીન યુદ્ધ પછીનો સૌથી મોટો આંચકો ગણાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, કાયરતા અને ખોટી આર્થિક નીતિઓને કારણે મોદી સરકાર ચીન જેવા દુશ્મન દેશ સાથે પણ સંબંધો સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહી છે.

વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં કહ્યું કે, ભારત સંબંધો સુધારવા માટે પ્રતિબદ્ધ છે. ભારતને એક મહત્ત્વપૂર્ણ મિત્ર ગણાવતા શી જિનપિંગે કહ્યું કે, બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવું જોઈએ.
સાત વર્ષ બાદ ચીનની મુલાકાત
સાત વર્ષ પછી વડાપ્રધાન મોદીની આ પહેલી ચીન મુલાકાત છે, જેમાં તેમની સાથે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને એશિયા-મધ્ય પૂર્વના ઘણા નેતાઓ પણ હશે. આ બેઠક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ દબાણ સામે વૈશ્વિક દક્ષિણની એકતાને દર્શાવે કરે છે. વડાપ્રધાન મોદી-જિનપિંગની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાએ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા સામે વાંધો ઉઠાવ્યો છે અને ભારતીય સામાનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ, પીએમ મોદી અને શાહબાઝ શરીફ એક ફ્રેમમાં દેખાયા; શું સંદેશ છે
આ પણ વાંચોઃ ગુજરાત: અમૂલ ડેરીની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ, 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જામશે જંગ












