ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કોંગ્રેસે ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવીય અને પત્રકાર અર્ણબ ગોસ્વામી પર FIR નોંધાવી, ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ

Congress Party: કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવીય અને પત્રકાર અર્ણબ ગોસ્વામી પર કેસ નોંધાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ નેતા અને આઈટી સેલના હેડ અમિત માલવીય અને સીનિયર પત્રકાર અર્ણબ ગોસ્વામીએ જાણી જોઈને કોંગ્રેસની છબી ખરાબ કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવ્યા કે તુર્કીમાં કોંગ્રેસ પાર્ટીની ઓફિસ છે. કોંગ્રેસની લીગલ સેલે આ કેસ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, આવા ખોટા સમાચાર ફેલાવવાનો ઉદ્દેશ્ય કોંગ્રેસ પાર્ટીની છબી ખરાબ કરવા, અશાંતિ ફેલાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો છે. આ લોકતંત્ર પર સીધો હુમલો છે.

યુથ કોંગ્રેસ લીગલ સેલે FIR ની નકલ શેર કરી અને માહિતી આપી કે બંનેએ સાથે મળીને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે ચૂપ નહીં બેસીએ. કેસ દાખલ કરનાર યુથ કોંગ્રેસ લીગલ સેલના વડા શ્રીકાંત સ્વરૂપે જણાવ્યું હતું કે, “આ બંને દ્વારા કરવામાં આવેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે, કોંગ્રેસ પાર્ટીનું ઇસ્તંબુલમાં કોઈ કાર્યાલય નથી.”

શ્રીકાંતે કહ્યું, “આ બંને દ્વારા કરવામાં આવેલું આ કામ ભારતીય જનતાને છેતરવાનું હતું. આવા નિવેદનો આપીને, તેઓએ દેશના એક મુખ્ય રાજકીય પક્ષને બદનામ કરવાનો અને રાષ્ટ્રવાદી લાગણીઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો છે.”

માલવિયાના અને ગોસ્વામીના આ કામે ભારતના લોકશાહી પાયા પર ભયંકર હુમલો છે. આ કૃત્ય ગુનાહિત ઇરાદાથી કરવામાં આવ્યું છે. બંનેએ પોતાના પ્રભાવનો દુરુપયોગ કર્યો છે. તેથી તેમને સૌથી કઠોર સજા મળવી જોઈએ. સ્વરૂપે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, માહિતી અને પ્રસારણ મંત્રાલય, સીબીઆઈ અને અન્ય એજન્સીઓને આ કેસની પ્રાથમિકતાના ધોરણે તપાસ કરવા અપીલ કરી છે.

માલવીયે જવાબ આપ્યો

અમિત માલવિયાએ પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા દાખલ કરાયેલા કેસ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો. માલવિયાએ સોશિયલ મીડિયા પર એક ક્લિપ શેર કરી અને લખ્યું, “જુઓ! આ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ઓપરેશન સિંદૂર પછી, તુર્કી અને અઝરબૈજાન ખુલ્લેઆમ પાકિસ્તાનના સમર્થનમાં બહાર આવ્યા હતા. આ પછી, ભારતીય લોકોમાં તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવાની માંગ જોર પકડી રહી હતી. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને આ બહિષ્કાર અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો. આ પછી ભાજપ આક્રમક બન્યું હતું.

આ પણ વાંચો: કોરોના વાયરસે ફરી કહેર મચાવ્યો: થાઈલેન્ડ-સિંગાપોરમાં હાલત ગંભીર, ભારતની કેવી છે તૈયારી?

Back to top button