ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ – ભાજપના સાત ઉમેદવારોને બે-બે પત્નીઃ રંગીલો રાજસ્થાન!

  • રાજસ્થાનના મેવાડ-વાગડમાં વિધાનસભા ચૂંટણી લડી રહેલા 7 નેતાઓની બે-બે પત્નીઓ
  • 3 ઉમેદવારોતો એવા છે જેમને 5 થી વધુ બાળકો

રાજસ્થાન: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. અહીં કેટલાક રસપ્રદ પાસાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. મેવાડ-વાગડની 28માંથી 6 બેઠકો પર 7 ધારાસભ્ય ઉમેદવારો છે જેમને બે પત્નીઓ છે. પ્રતાપગઢ સીટ પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને બે-બે પત્નીઓ છે. ઉમેદવારોએ જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે તેમણે આપેલા સોગંદનામામાં આ વાતનો ખુલાસો થયો છે.

નોમિનેશન પછી, એફિડેવિટમાં બહાર આવ્યું છે કે એવા ઉમેદવારો છે જેમને 5 થી વધુ બાળકો છે. જેમાં ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ ડારંગીને 7 અને ભાજપના બાબુલાલ ખરાડીને 5 બાળકો છે. ખેરવાડાથી ભાજપના નાનાલાલ અહારીને 6 બાળકો છે.

બે પત્નીઓ ધરાવતા ઉમેદવારો કોણ છે?

ઉદયપુરની વલ્લભનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉદયલાલ ડાંગીને બે પત્નીઓ છે, જ્યારે ખેરવાડાથી કોંગ્રેસના ઉમેદવાર દયારામ પરમાર અને ઝડોલથી કોંગ્રેસના ઉમેદવાર હીરાલાલ ડારંગીને પણ બે-બે પત્નીઓ છે. પ્રતાપગઢમાં પણ ભાજપના હેમંત મીણા અને કોંગ્રેસના રામલાલ મીણાએ પણ ઉમેદવારી પત્રો સાથે એફિડેવિટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

બાંસવાડા જિલ્લાના ગઢીથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ મીના અને ઘાટોલથી કોંગ્રેસના ઉમેદવાર નાનાલાલ નિનામાને પણ બે પત્નીઓ છે.

ઉદયપુરના સાંસદની પણ બે પત્નીઓ

ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણાને પણ બે પત્નીઓ છે. સાંસદની પત્ની મીનાક્ષી અને રાજકુમારી બહેનો છે. બંને ખુશીથી સાથે રહે છે. રાજકુમારી સરકારી શિક્ષક છે, જ્યારે મીનાક્ષીના નામે ગેસ એજન્સી છે.

  • આદિવાસી વિસ્તારોમાં, આદિવાસી સમુદાયમાં હજુ પણ બહુપત્નીત્વ પ્રચલિત છે. અહીં કેટલાક લોકો માટે 2 અને કેટલાક માટે 3 પત્નીઓ હોવી સામાન્ય છે.

આ પણ વાંચો: તેજસ્વી યાદવને જીડીપીનો અર્થ સમજાવવા પ્રશાંત કિશોરનો પડકાર

Back to top button