ટ્રેન્ડિંગનેશનલ

‘હું અયોધ્યાથી  લડવા માટે તૈયાર…’ યોગી આદિત્યનાથે અખિલેશના ચેલેન્જનો કર્યો સ્વીકાર

 Yogi Adityanath :  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા અયોધ્યાથી ચૂંટણી લડવા માટે આપવામાં આવેલા પડકાર પર આક્રમક પલટવાર કર્યો છે. બલરામપુરની એક જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ અયોધ્યા રાજકારણ માટે નહીં, પરંતુ વિકાસ માટે જાય છે અને સાથે જ તેમણે અખિલેશ યાદવને પણ અયોધ્યાથી ચૂંટણી મેદાનમાં ઉતરીને પોતાની કિસ્મત અજમાવવાનો ખુલ્લો પડકાર આપ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘અમે રાજકારણ માટે નહીં, વિકાસ માટે અયોધ્યા જઈએ છીએ’

અખિલેશ યાદવે પોતાના અયોધ્યા પ્રવાસ દરમિયાન ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે ભાજપને ત્યાંથી ઉમેદવાર નથી મળી રહ્યો અને તેમણે મુખ્યમંત્રીને પોતે અયોધ્યાથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.

આના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “અખિલેશ, અયોધ્યા આપણું પાવન ધામ છે. અમે રાજકારણ માટે નહીં, પરંતુ વિકાસ માટે અયોધ્યા જઈએ છીએ.” તેમણે અખિલેશને પડકાર ફેંકતા ઉમેર્યું, “આવો, હું તમને ઓફર આપું છું. તમે પણ અયોધ્યાથી ઉમેદવારી નોંધાવો અને હું પણ નોંધાવું છું. ચાલો, એકવાર કિસ્મત અજમાવી લઈએ.” મુખ્યમંત્રીએ અયોધ્યાને પોતાની આસ્થાનું કેન્દ્ર ગણાવ્યું હતું.

માફિયા રાજ અને અગાઉની સરકારો પર પ્રહાર

મુખ્યમંત્રી યોગીએ અગાઉની સરકારો પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે પહેલા માફિયાઓ જે જમીન પર પગ મૂકતા, તેના પર કબજા કરી લેતા હતા. સપાના ગૂંડાઓ વેપારીઓને ફોન કરીને ધમકાવતા અને સંપત્તિ હડપી લેતા હતા. તેમણે દાવો કર્યો કે વર્ષ 2017 પહેલા બલરામપુરના રસ્તાઓની હાલત સૌથી ખરાબ હતી, પરંતુ હવે બદલાવ આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ’24 કલાકમાં પ્રદર્શનકારીઓને છોડશો નહીં તો…’ સોનમ વાંગચુકનું સરકારને અલ્ટીમેટમ

આ પ્રસંગે યોગી આદિત્યનાથે રામ મંદિર અને કાશી વિશ્વનાથ ધામના નિર્માણમાં અડચણો ઊભી કરનારાઓ પર પણ નિશાન સાધ્યું હતું અને કોંગ્રેસ તથા સહયોગી દળો પર શિષ્ટાચાર ભૂલીને અભદ્ર ભાષા વાપરવાનો આરોપ મૂક્યો હતો.

અગાઉ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે અખિલેશ યાદવ ભાગવત કથામાં ગયા પરંતુ રામ મંદિરના દર્શને ન ગયા. ઉલ્લેખનીય છે કે અખિલેશે અયોધ્યામાં વાયદો કર્યો હતો કે સપાની સરકાર બનશે તો મહિલાઓને વાર્ષિક 40 હજાર રૂપિયા આપવામાં આવશે અને અયોધ્યાની ઓળખ મજબૂત કરવા વિકાસ કાર્યો ઝડપી બનાવાશે.

આ પણ વાંચોઃ મૌલાનાના દીકરા સાથે નિકાહ… તલાક બાદ ‘હલાલા’ માટે મજબૂર…, દિવ્યા અગ્રવાલની આ હકીકત જાણીને ચોંકી જશો!

Back to top button