
Jantar Mantar Protest: દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીકના મુદ્દે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું પ્રદર્શન બુધવારે અચાનક હિંસક બની ગયું હતું. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટોલ્સટોય માર્ગ અને જનપદ ક્રોસિંગ પર ભેગા થયેલા પ્રદર્શનકારીઓએ ઉશ્કેરાઈને પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સ (RAF) ની ટીમ પર ભારે પથ્થરમારો અને કાચની બોટલો ફેંકી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરી 2 થી 3 ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ હિંસક અથડામણમાં કનોટ પ્લેસના ACP અને IPS અધિકારી વિવેક ભગત ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે RML હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર લુટિયન્સ દિલ્હીમાં આગામી આદેશ સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
સોનમ વાંગચુકનો મેદાંતા હોસ્પિટલથી વીડિયો મેસેજ
બીજી તરફ, ભૂખ હડતાળ પર ઉતરેલા સોનમ વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાંથી એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. વાંગચુક છેલ્લા 25 દિવસથી અનશન પર છે. તેમને પહેલા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં અને ત્યારબાદ કોર્ટના આદેશથી મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “અનશનના 25 દિવસ વીતી ગયા છે છતાં હું જીવતો છું. કેટલાક સાંસદોએ મને મળીને ઉપવાસ છોડવા અપીલ કરી છે. જો સરકાર મને યોગ્ય ખાતરી આપે અને પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે, તો હું આજે જ મારા ઉપવાસ સમાપ્ત કરવા તૈયાર છું.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જેપી નડ્ડાનો વિપક્ષ પર આકરો પ્રહાર
દિલ્હીમાં સર્જાયેલી અશાંતિ વચ્ચે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ યોજીને વિપક્ષ પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર રાજકારણ કરવું અત્યંત કમનસીબ છે. સરકાર પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે. નડ્ડાએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ ભૂતકાળમાં પેપર લીકની ઘટનાઓ બની છે. રાહુલ ગાંધીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવાનો નથી પરંતુ માત્ર રાજકીય રોટલા શેકવાનો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્યની જવાબદારી માત્ર સરકારની જ નહીં પરંતુ વિપક્ષની પણ સરખી છે.
આ પણ વાંચો: સોનમ વાંગચુક ઉપવાસ સમાપ્ત કરવા તૈયાર, સરકાર સમક્ષ મૂકી 2 શરતો; મંત્રીઓને લખ્યો ભાવુક પત્ર












