ટ્રેન્ડિંગનેશનલ

ઝેરી સાપને હાથેથી જમાડવું યુવકને ભારે પડ્યું, સાપે એવો ડંખ માર્યો કે ડૉક્ટરોએ અંગૂઠો કાપવો પડ્યો

નવી દિલ્હી: 2 જાન્યુઆરી, 2026: ચીનમાં અજીબોગરીબ પાલતુ પ્રાણીઓ રાખવાનો ક્રેઝ એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયો છે. પોતાના બીમાર પાલતુ સાપને વ્હાલથી હાથેથી ખવડાવવા જતાં સાપે યુવકને ડંખ માર્યો હતો. સાપનું ઝેર એટલું ખતરનાક હતું કે યુવકનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનો અંગૂઠો કાપી નાખવાની ફરજ પડી હતી.

‘પાંચ ડગલાંનો સાપ‘ અને જીવલેણ ડંખ

અહેવાલ અનુસાર, બેઇજિંગમાં રહેતા હુઆંગ નામના વ્યક્તિને બાળપણથી જ સાપ પાળવાનો શોખ હતો. તે જે સાપને પાળી રહ્યો હતો તેને ચીની લોકકથાઓમાં “પાંચ ડગલાંનો સાપ” કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સાપ કરડ્યા પછી વ્યક્તિ પાંચ ડગલાં પણ ચાલી શકતો નથી અને તેનું મૃત્યુ થાય છે.

કેવી રીતે બની ઘટના?

હુઆંગનો પાલતુ સાપ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો અને પોતે ખાઈ શકતો નહોતો. જ્યારે હુઆંગ તેને હાથેથી ખોરાક આપી રહ્યો હતો, ત્યારે સાપે તેની આંગળી પર બચકું ભર્યું હતું. સાપના ઝેરે હુઆંગના લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા (Blood Clotting) પર ગંભીર અસર કરી હતી. તેના અંગૂઠામાં ‘નેક્રોસિસ’ (કોષોનું મરી જવું) થઈ ગયું હતું, જેના કારણે ઇન્ફેક્શન આખા શરીરમાં ન ફેલાય તે માટે ડોક્ટરોએ સર્જરી કરીને અંગૂઠો અલગ કરવો પડ્યો હતો.

વિદેશી પાલતુ પ્રાણીઓનો જોખમી ટ્રેન્ડ

ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાપ, ઝેરી દેડકા અને અન્ય અસામાન્ય પ્રાણીઓ પાળવાનો ક્રેઝ વધ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવા વિદેશી પ્રાણીઓ જીવલેણ બેક્ટેરિયા, પરોપજીવી અને વાયરસના વાહક હોઈ શકે છે. તાજેતરમાં શાંઘાઈ એરપોર્ટ પરથી પણ એક વ્યક્તિ દુનિયાનો સૌથી ઝેરી દેડકો (Poison Dart Frog) લાવતા પકડાયો હતો, જે લેટિન અમેરિકામાં જોવા મળે છે.

Back to top button