ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી સ્થિતિની સમીક્ષા કરી, જિલ્લા કલેકટરોને એલર્ટ રહેવા સૂચના

ગાંધીનગર 27 જુલાઈ 2025: ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અચાનક સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી અને વરસાદથી ઉદ્ભવેલી સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહેવા અને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી હતી. તેમણે વહીવટી તંત્રને સતર્ક રહીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંપર્કમાં રહેવા અને જિલ્લાની સ્થિતિની નિયમિત અપડેટ આપવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટને જરૂરી સ્થળોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા પગલાં લેવા આદેશ આપ્યો હતો. રાજ્ય સરકાર વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
આ પણ વાંચો: ખેડૂતનો SMS મળ્યો, પોલીસ વડાએ જમીન પરત અપાવી












