VIDEO: છોટા ઉદેપુરમાં પેટ્રોલ માટે મારામારી, લાઈનમાં ઊભા રહેવા બાબતે બાથમ-બાથી

છોટાઉદેપુર, 24 માર્ચ 2026: ઈરાન-અમેરિકા, યુઝરાયેલના યુદ્ધની સ્થિતિને કારણે હવે ભારતમાં પણ ઇંધણની અછત સર્જાશે તેવી અફવાઓએ સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ આ અફવાને કારણે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન સંખેડા તાલુકાના હાંડોદ ગામના એક પેટ્રોલ પંપ પર હિંસક ઝઘડો થતા અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, સંખેડાના હાંડોદ સ્થિત પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ બાઈક ચાલકોની લાંબી કતારો લાગી હતી. આ ભીડમાં પેટ્રોલ પુરાવવા માટે લાઈનમાં ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે બે પક્ષના યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે યુવકો વચ્ચે જોરદાર બાથમ-બાથી શરૂ થઈ ગઈ હતી.
પેટ્રોલ – ડિઝલ અછતની અફવાહ વચ્ચે ઘર્ષણ
સંખેડાનાં હાડોદ પેટ્રોલ પંપ પર ગ્રાહક અને કર્મચારી વચ્ચે મારામારીની ઘટના…
પેટ્રોલ પંપ પર લાબી લાઈનમાં વચ્ચે ઘુસવા જતા મામલો બિચક્યો હતો pic.twitter.com/fMIREGlR9E
— Kamit Solanki (@KamitSolanki) March 24, 2026
પેટ્રોલ પંપ પર થયેલી આ બબાલના દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા છે અને વાતાવરણ તંગ બની ગયું છે. છેવટે પેટ્રોલ પંપના કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: ઊંઘમાં સૂતેલા યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી












