આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ટ્રમ્પના ટેરિફ પર નવા એલાનથી અમેરિકી બજારોમાં હાહાકાર, નાસડેક 1 ટકા ઘટ્યો, એપલમાં 4 ટકાનો ઘટાડો!

ન્યુયોર્ક, 24 મે, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આઇફોન બનાવનારીકંપની એપલ અને યુરોપિયન યુનિયન પર નવા ટેરિફ લગાવવાની ધમકી બાદ શુક્રવારે (23 મે)ના રોજ અમેરિકાના શેર બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગઇકાલે રાત્રે 9.36 સુધીમાં નાસડેક 1.02 ટકા પટકાયો હતો, જ્યારે એસએન્ડપી 500 પણ 0.73 ટકા ઘટ્યો હતો. તેના સિવાય ડાઉ જોન્સમાં મામૂલી 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ટ્રમ્પની નવી ઘોષણાથી એપલના શેરોમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લા પાંચ વર્ષોમાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. કંપનીના મોટા ભાગના શેરો ચીન અને ભારતમાં બને છે, ત્યારે નિષ્ણાતો માને છે અમેરિકામાં આઇફોનનું ઉત્પાદન વ્યવહારું નથી અને તેની કિંમતોમાં વધારો થઇ શકે છે.

ટ્રમ્પની એપલને 25 ટકા ટેરિફ લાદવાની ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ટેરિફ લગાવવાની ધમકી આપી છે. અમેરિકીપ્રમુખ ટ્રમ્પે 23 મે 2025ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ચેતવણી આપી હતી કે એપલે અમેરિકામાં જ આઇફોન બનાવવા જોઇએ. જો ભારત કે બીજા દેશમાં બનાવશે તો અમેરિકામાં વેચાનારા આઇફોન પર 25 ટકા ટેરિફ લગાવી દેશે. તેના સિવાય કંપનીઓ માઇક્રોન, ક્વોલકોમ, એન્વિડીય વગેરેના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

1 જૂનથી યુરોપિયન યુનિયન પર 50% ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 1 જૂનથી યુરોપિયન યુનિયન (EU) પર 50 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે EU સાથેની વાતચીત કોઈ દિશામાં આગળ વધી રહી નથી. EU સાથે વ્યવહાર કરવો અત્યંત મુશ્કેલ છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.

ભારતીય બજારે ઉલ્ટી પ્રતિક્રિયા આપી

બીજી બાજુ ભારતીય બજારો વધીને બંધ આવ્યા હતા. બજારમાં ચારેબાજુ લેવાલી જોવા મળતા કારોબારના અંતાં સેન્સેક્સ 769 પોઇન્ટ અને નિફ્ટી 50 243 પોઇન્ટ વધીને બંધ આવ્યા હતા. તેમજ નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 362 પોઇન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 140 પોઇન્ટ વધીને બંધ આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમેરિકી સંસદમાં પાસ થયું ટ્રમ્પનું ‘Big Beautiful Bill’, જાણો શુ થશે ભારતીયો પર અસર?

Back to top button